ભાગેડુ લગ્નો અટકાવવા કાયદો કડક બનાવો
વિજાપુર રામપુર(કોટ) ખાતે SPGના પાટીદાર મહાસંમેલનમાં સરકાર સામે ઉઠી માંગ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના રામપુર(કોટ) ગામે શ્રી સરદાર પટેલ સેવાદળ-SPG દ્વારા તુલસી મંદિર ખાતે પાટીદાર મહાસંમેલન લાલજી ભાઈ પટેલના અધ્યક્ષતામાં યોજાયું હતું.સરદારપુરા ગામે લાલજી ભાઈ પટેલ નું સ્વાગત કરવા માં આવ્યું હતુ. અને રેલી સ્વરૂપે રામપુરા કોટ ખાતે પોહચી મહા સંમેલન માં ફેરવાયું હતુ.જેમાં ભાગેડુ લગ્નો અટકાવવા લગ્ન નોંધણીના કાયદામાં કડક સુધારા તેમજ મૈત્રી કરાર જેવા કાયદાઓમાં ફેરફાર કરવાની માંગ સાથે સરકાર સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં સમાજજનો ઉમટી પડ્યા હતા.
રામપુર(કોટ) સહિત આજુબાજુના 25થી વધુ ગાના મોમાંથી મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા હતા. સમાજના આગેવાનોએ યુવાનોને સંસ્કાર અને સમાજ સાથે જોડાઈ રહેવા અપીલ કરી હતી. સાથે જ સમાજ હિતના મુદ્દાઓને લઈ સરકાર સુધી એકજૂટ બની અવાજ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સમગ્ર તુલસી મંદિર પરિસર સમાજજનોની હાજરીથી ખચાખચ ભરાઈ ગયું હતું. અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને સમાજજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
આ અંગે SPG નેતા લાલજી ભાઈ પટેલે જણાવ્યું હતુંકે છેલ્લા પાંચ વર્ષથી લગ્ન નોંધણી સુધારા માટે સરકાર સામે લડત ચલાવી રહ્યા છીએ ખોટી લગ્ન નોંધણી અટકાવવા માટે તેમજ ગ્રામ્ય લેવલે તલાટી દ્વારા લગ્ન નોંધણી થાય છે તે લગ્ન નોંધણી કલેક્ટર, મામલતદાર નગર પાલિકા કક્ષાએ કરવી જોઈએ આ લડત એક જ જ્ઞાતિ લેવલે નથી એમાં તમામ જ્ઞાતિ ના લોકોનો પણ સમાવેશ થાય છે સરકારે આ બાબતે કોઈ હજુ નીર્ણય લીધો નથી રજુઆત ના મુદ્દે લોલી પૉપ આપી રહી છે.



