HALOLPANCHMAHAL

હાલોલ 181 મહિલા હેલ્પલાઈન ટીમ દ્વારા પારિવારિક વિવાદમાં કાઉંન્સેલિંગ અને સમજાવટથી સમાધાન.

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩૧.૫.૨૦૨૬

181 મહિલા હેલ્પલાઈન પર એક પીડિત મહિલા દ્વારા કોલ કરીને પારિવારિક વિવાદ અંગે મદદ માંગવામાં આવી હતી.181 મહિલા હેલ્પલાઈનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પીડિત મહિલા સાથે વાતચીત કરી પરિસ્થિતિની વિગત જાણી હતી.વાતચીત દરમિયાન પીડિત મહિલાએ જણાવ્યું હતું કે તેઓ ઘરકામ અને ખેતરનું કામ અને પશુપાલન કરી પરિવારની આર્થિક જવાબદારીઓમાં સહભાગી બને છે તેમના ઘરનો વ્યવહાર તેમના સસરાના હાથ માં છે. તેમના સાસુ સસરા દ્વારા પૈસાની બાબતે વારંવાર તકરાર કરવામાં આવે છે અને તેમના પતિ પણ આ બાબતે પીડિતા નો સાથ આપતાં નથી અને પીડિતા બેન પતિ પાસે પૈસા માંગે ત્યારે પતિ દ્વારા આપવામાં આવતા નથી કારણ કે ખેતી માંથી જે પૈસા આવે તે બધા પૈસા તેમના સસરા પાસે રાખવામાં આવે છે .પીડિતા બેન ને જરૂર હોય ત્યારે પૂરતા પ્રમાણ માં પૈસા આપવામાં આવતા નથી અને તેમના બાળકો ની જરૂરિયાત પણ પુરી કરવામાં આવતી નથી અને પીડિતાના પતિ તેમના સાસુ સસરાના ના એકજ દીકરો હોવાથી તે તેમને બહાર કામ કરવા પણ ન જવું અને માતાપિતા સાથે રહેવુ તેમ કહેવામાં આવે છે પીડિતા ના બે બાળકો તેમના પિયરમાં રહે છે અને તેમનું ભરણપોષણ પિયરપક્ષ દ્વારા કરવામાં આવે છે તેમ જણાવેલ.તેમ છતાં પીડિત મહિલાએ સંયુક્ત કુટુંબમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને સમાધાન માટે રજૂઆત કરી હતી.ત્યારબાદ 181 મહિલા હેલ્પલાઈન ટીમ દ્વારા બંને પક્ષોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ટીમ દ્વારા સસરાને સમજાવવામાં આવ્યું હતું કે પરિવારના સભ્યો સાથે માનસિક દબાણ, અને કામ કરાવીને તેમને જરૂરિયાત ના સમયે વળતર ન આપવું તે યોગ્ય નથી. તેમજ પરિવાદિક સંબંધોમાં પરસ્પર સમજણ અને સન્માન જાળવવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાયદાકીય સમજના ભાગરૂપે પરિવારના સભ્યોના અધિકારો અને જવાબદારીઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.સમજાવટ અને કાઉન્સેલિંગ બાદ મહિલાના સસરાએ ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું પુનરાવર્તન નહીં કરવાનું જણાવેલ તેમજ પીડિતા ના પતિ ને સમજાવ્યા બાદ તે જણાવતા હતા કે હું આજ પછી ધ્યાન રાખીશ કે મારી પત્નિ અને બાળકો ની બધી આર્થિક જરૂરિયાતો પુરી થાય અને જો ઘરની આવક થી ભરાણપોષણ ન થાય તો હું બહાર કામ કરવા પણ જઈશ તેમ જણાવતા હતા તેથી પીડિત મહિલાએ હાલ કોઈ ફરિયાદ નોંધાવવાની ઈચ્છા ન દર્શાવી સમાધાનથી પ્રશ્નનો ઉકેલ લાવવા સંમતિ દર્શાવી હતી. જેથી બંને પક્ષોની સહમતિથી સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું.અંતમાં 181 મહિલા હેલ્પલાઈન ટીમ દ્વારા મહિલાને ભવિષ્યમાં કોઈ સમસ્યા સર્જાય તો ફરીથી 181 મહિલા હેલ્પાઈન માં કોલ કરવા જણાવેલ.

Back to top button
error: Content is protected !!