MORBI:મોરબીમાં IPL મેચ પર જુગાર રમતો શખ્સ ઝડપાયો







MORBI:મોરબીમાં IPL મેચ પર જુગાર રમતો શખ્સ ઝડપાયો


IPL ટી-૨૦ ક્રિકેટ મેચ પર હારજીત અને રનફેરનો ઓનલાઈન જુગાર રમાડતા તત્વો સામે મોરબી પોલીસ લાલઆંખ કરી રહી છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે કબીર ટેકરી વિસ્તારમાં દરોડો પાડીને એક શખ્સને રોકડ રકમ અને મોબાઈલ ફોન સાથે ઝડપી લીધો છે, જ્યારે અન્ય એક સટ્ટાબાજનું નામ ખૂલતા પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પોતાના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ટીમ કબીર ટેકરી શેરી નંબર-૭ પાસે પહોંચતા જ પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, કબીર ટેકરી શેરી નંબર-૮ માં રહેતો અસગરભાઈ નામનો શખ્સ પોતાના મોબાઈલ ફોન દ્વારા આઈપીએલ ક્રિકેટ મેચ પર રનફેર અને હારજીતનો જુગાર રમી-રમાડી રહ્યો છે.
બાતમી મળતા જ પોલીસે સતર્કતા દાખવી કબીર ટેકરી શેરી નંબર-૮ માં દરોડો પાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી અસગરભાઈ અબ્દુલભાઈ ચાનિયા (ઉં.વ. ૪૬, રહે. કબીર ટેકરી શેરી નં. ૮, મોરબી) ને રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસની સઘન પૂછપરછ દરમિયાન આ જુગારના નેટવર્કમાં કાનજીભાઈ કોટેચા ( રહે. વાઘપરા, મોરબી) નામના અન્ય એક શખ્સનું નામ પણ સામે આવ્યું છે.
પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી:રોકડા રૂપિયા: ૪,૫૦૦/-મોબાઈલ ફોન: ૧ (કિંમત રૂ. ૫,૦૦૦/-)કુલ મુદ્દામાલ: રૂ. ૯,૫૦૦/- જપ્ત કર્યો છે.એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ અને ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.



