જામનગરના બંદરોની કેચેરીઓમાં હિસાબ – બિલ – પેમેન્ટ આઉટસોર્સ કર્મચારીઓના ભરોસે…!! હમણાં જ પોરબંદર પોર્ટ લગત અધિકારી અને પાર્ટી વચ્ચે “ખાનગી ડીલ” થઈ??

જીએમબી કચેરીમાં સ્ટાફની અછત અમુક માટે ફાયદો અમુક ખેંચાય રહેછે તો સરકારમાં રિપોર્ટિંગમાં પણ ધાંધિયા સાથે પત્રકોની વિસગતતાઓ
જામનગર (ભારત જી. ભોગાયતા)
જીએમબી જેવી કચેરીને શું ખબર નથી કે તાજેતરમાં ડેન્ટલ કોલેજમાં ટેમ્પ્રેરી કર્મચારી એ અઢળક નાણાનું કારસ્તાન કર્યું તે પણ જવાબદારોના સમૂહ વચ્ચેથી માટે વધુ એક વખત જામનગરની મહત્વની સરકારી કચેરીઓના આઉટસોર્સ કર્મચારીઓ પાસે કરાવતા ચોક્ક્સ વહીવટ અંગે ફરીથી જાણકારીમાં ચિંતાઓ અને ચર્ચાઓ ઉઠી છે હિસાબ અને ચૂકવણા જેવી બાબતો ની જવાબદારીઓ હંગામી કર્મચારીઓને અમુક કચેરીઓમાં જાણી જોઈ ને તો નથી આપતી ને?? પ્યાદા અને વજીરની આ ગેમ મોરની કળા જેવી છે
જામનગર જિલ્લો દેશના મહત્વના દરિયાઈ વેપાર કેન્દ્રોમાં સ્થાન ધરાવે છે. પેટ્રોલિયમ, કેમિકલ્સ, મીઠું, ખનિજ અને અન્ય ઉત્પાદનોની આયાત-નિકાસ માટે અહીંના બંદરોનું વિશેષ મહત્વ છે. પરંતુ બંદર વ્યવસ્થાપન, પેટ્રોલિંગ, ગોડાઉન સંચાલન, નાણાકીય હિસાબો અને આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ વ્યવસ્થાને લઈને સમયાંતરે પ્રશ્નો ઊભા થતા રહ્યા છે.
પોર્ટ જેવા આવક, પર્યાવરણ અને સુરક્ષા બાબતો માટે રાજ્ય અને રાષ્ટ્ર માટે મહત્વના વિભાગમાં નાણાંકીય વ્યવહારો હિસાબ ખર્ચ બિલિંગ ચૂકવણા અને ચોક્ક્સ લેવડ દેવડ પણ આઉટસોર્સિંગ સ્ટાફ દ્વારા થાય છે કે શું? જો થતી હોય તો કચેરી વડા અને પોર્ટ વડા ની ઘોર ભૂલ ગણાય છે
દરિયાઈ સુરક્ષા નિષ્ણાતોના મતે બંદરોમાં સતત પેટ્રોલિંગ, કાર્ગોની હિલચાલ પર દેખરેખ, ગોડાઉનમાં સંગ્રહિત માલની સુરક્ષા, તેમજ આયાત-નિકાસના દસ્તાવેજોની ચકાસણી અત્યંત જરૂરી છે. જો આ વ્યવસ્થાઓમાં ખામી રહે તો સુરક્ષા જોખમો ઉપરાંત આવકને અસર, ગેરરીતિઓ અને જવાબદારી નક્કી કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
ખાસ કરીને જ્યારે નાણાકીય હિસાબો, ડેટા એન્ટ્રી, લોજિસ્ટિક્સ અથવા અન્ય કામગીરી મોટા પ્રમાણમાં આઉટસોર્સિંગ મારફતે કરવામાં આવે છે ત્યારે દેખરેખ અને જવાબદારીનો મુદ્દો વધુ મહત્વનો બની જાય છે. બંદર વહીવટ, કસ્ટમ્સ, સુરક્ષા એજન્સીઓ અને સંચાલક સંસ્થાઓ વચ્ચે મજબૂત સંકલન જરૂરી ગણાય છે.
@બંદરોમાં કયા ક્ષેત્રે કડક દેખરેખ જરૂરી?
આયાત-નિકાસ કાર્ગોની ટ્રેકિંગ
ગોડાઉન અને સ્ટોરેજ મેનેજમેન્ટ
દરિયાઈ અને તટીય પેટ્રોલિંગ
કસ્ટમ્સ દસ્તાવેજોની ચકાસણી
નાણાકીય વ્યવહારોનું ઓડિટ
આઉટસોર્સિંગ એજન્સીઓની જવાબદારી
@ શું કહે છે નિયમો?
બંદરોમાં સુરક્ષા, કાર્ગો હેન્ડલિંગ, જોખમી પદાર્થોના સંગ્રહ, હિસાબી પારદર્શિતા અને ઓડિટ માટે વિવિધ કેન્દ્રિય નિયમો અને માર્ગદર્શિકાઓ લાગુ પડે છે. નિયમિત ઓડિટ, સર્વેલન્સ, એક્સેસ કંટ્રોલ અને જવાબદારીની સ્પષ્ટ વ્યવસ્થા સારા બંદર સંચાલન માટે આવશ્યક માનવામાં આવે છે.

@ પોરબંદર પોર્ટના કામ લગત એક “. ચોક્કસ ડીલ” ની ચોક્કસ વર્તુળમાં ખાસ ચર્ચામાં કેમ છે??
જો કોઈ ચોક્કસ બંદર, વિભાગ અથવા અધિકારી સામે ગેરરીતિનો આરોપ હોય તો તે માટે સત્તાવાર પુરાવા, તપાસ અહેવાલ અથવા અધિકૃત નિવેદન જરૂરી છે. પુરાવા વિના ચોક્કસ વ્યક્તિ કે સંસ્થા સામે આરોપને તથ્ય તરીકે રજૂ કરવું યોગ્ય નથી છતાંય દરિયાઈ મોજાંઓની જેમ વ્હેતી એક વાત અંગે ઉપરછલ્લું જોઈએ તો તાજેતરમાં હાલારના પણ કહેવાય તેવા પરંતુ પોરબંદર પોર્ટથી નિકાસનો ધંધો કરતા એક નિકાસકાર સાથે પોર્ટના એક ઇન્ચાર્જ અધિકારીની ખાનગી મિટિંગ કોઈ મુલાયમ અને રસદાર સ્થળે કેમ થઈ હતી?? તેની વિગત મેળવાઈ રહી છે ( જો કે કોઇપણ કડક નિયમોમાં બાંધછોડ માટે અવેજ નું આદાન પ્રદાન વેપારી/કંપની નું કામ સરળ બનાવે છે ) આ બાબતે વધુ વિગત કદાચ કોઈ માટે સ્ફોટક પણ હોઈ શકે છે.
………………………………………..
રિપોર્ટ બાય — ભરત જી ભોગાયતા
પત્રકાર ( ગવર્મેન્ટ એક્રેડેટ)
B.sc.,LL.b.,d.n.y.(GAU), Journalisom (hindi)
8758659878
bhogayatabharat@gmail.com


