MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana:માળીયા મીયાણામાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયની ગોળી મારી કરપીણ હત્યા 

 

MALIYA (Miyana:માળીયા મીયાણામાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયની ગોળી મારી કરપીણ હત્યા

 

મોરબી જિલ્લાના માળિયા મિયાણા ખાતેથી ફાયરિંગની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. જૂની અદાવતના કારણે ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા હૈદર મોવર નામના વ્યક્તિની ગોળી મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ લોહિયાળ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાથમિક માહિતી મુજબ, સફિર મોવર નામના ઇસમે હૈદર મોવર પર અચાનક ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતા જ હૈદર મોવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ મૃતકની ડેડ બોડીને પીએમ અર્થે હાલ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. હોસ્પિટલ પરિસરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

 

બનાવની જાણ થતાં જ માળિયા મિયાણા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ જૂની અદાવત મુખ્ય કારણ હોવાનું સામે આવી રહ્યું છે. માળિયા મિયાણા પોલીસે આ અંગે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા આરોપી સફિર મોવરને પકડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કરી કાયદેસરની તજવીજ હાથ ધરી છે.

મોરબી જિલ્લામાં સરેઆમ ફાયરિંગ અને હત્યાનો આ બનાવ બનતા જ સ્થાનિક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે. ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેમ જાહેરમાં બનેલી આ ઘટનાને કારણે મોરબી પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ સામે ફરી એકવાર સ્થાનિક લોકોમાં ભારે સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ હત્યાના ચોક્કસ કારણો અને અન્ય વિગતો વધુ સ્પષ્ટ થશે.

Back to top button
error: Content is protected !!