MORBI:મોરબીમાં SOGનો મોટો સપાટો: ૧.૪૫ લાખના હાઇબ્રીડ ગાંજા અને માદક પદાર્થના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો







MORBI:મોરબીમાં SOGનો મોટો સપાટો: ૧.૪૫ લાખના હાઇબ્રીડ ગાંજા અને માદક પદાર્થના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો


મોરબી એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની ટીમે કેફી દ્રવ્યોની હેરાફેરી અને વેચાણ કરનારાઓ વિરુદ્ધ લાલ આંખ કરી છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વજેપર વિસ્તારમાંથી એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને એક ઇસમને વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા તેમજ કિંમતી હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, મોરબી એસ.ઓ.જી. ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબી-૧ માં સાયન્ટીફીક રોડ, વજેપર ખાતે રહેતો દાઉદભાઇ અબ્બાસભાઇ ખુરેશી પોતાના રહેણાંક મકાનની સામે આવેલા પોતાના કબજા ભોગવટાવાળા વાડામાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે સચોટ આયોજન કરીને તે જગ્યાએ રેઇડ કરી હતી.
પોલીસની દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી વનસ્પતિજન્ય ગાંજો: ૧ કિલો ૯૯૨ ગ્રામ (કિંમત રૂ. ૯૯,૬૦૦) હાઇબ્રીડ ગાંજો: ૧૧ ગ્રામ ૩૭ મિલીગ્રામ (કિંમત રૂ. ૩૮,૬૨૯) ઇલેક્ટ્રિક વજનકાંટા: મોટા અને નાના મળી કુલ ૨ નંગ (કિંમત રૂ. ૭૦૦) રોકડા રૂપિયા: ગાંજાના વેપારમાંથી મેળવેલ રૂ. ૧,૬૨૦ મોબાઇલ ફોન: વીવો કંપનીનો ૧ નંગ (કિંમત રૂ. ૫,૦૦૦) કુલ જપ્ત મુદ્દામાલની કિંમત: રૂ. ૧,૪૫,૫૪૯/-એસ.ઓ.જી. ટીમે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટની કલમ-૮(સી), ૨૦(બી) (૨-બી), ૨૯ મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો છે. આ કેસની આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી માટે આરોપી તેમજ મુદ્દામાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે.


