બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખોડલા ગામના નિવૃત્ત CRPF પેરામિલિટરી જવાન બોકા માવજીભાઈના ૨૩ વર્ષની દેશસેવા બાદ ઘરે પરત ફરતા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.



બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખોડલા ગામના નિવૃત્ત CRPF પેરામિલિટરી જવાન બોકા માવજીભાઈના ૨૩ વર્ષની દેશસેવા બાદ ઘરે પરત ફરતા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
સન્માન સમારંભ પૂર્વે જવાનની સન્માન રેલી યોજાઈ હતી, જેમાં ગામલોકો અને સંગઠનના કાર્યકરોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ત્યારબાદ યોજાયેલા સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
પટેલ દિપેશભાઈ (રાષ્ટ્રીય અધ્યક્ષ)
તુલસીભાઈ (રાષ્ટ્રીય મહામંત્રી)
મનહરભાઈ (ગાંધીનગર જિલ્લા પ્રમુખ)
નટવરભાઈ (અમદાવાદ જિલ્લા પ્રભારી)
રમેશભાઈ (ગુજરાત પ્રદેશ ઝોન પ્રમુખ)
પ્રવીણભાઈ (બનાસકાંઠા જિલ્લા પ્રમુખ)
વિરજીભાઈ (ઉપપ્રમુખ)
બાબુભાઈ (વડગામ તાલુકા પ્રમુખ)- તેમજ માવજીભાઈ (કો-ઓર્ડિનેટર), સુરેશભાઈ, કરશનભાઈ, ગૌતમભાઈ પ્રજાપતિ, નાથુભાઈ, અભેરાજ ભટોળ, દિનેશભાઈ કાકવાડીયા, સંજયભાઈ સહિત અનેક હોદ્દેદારો
ગામના સરપંચ, જિલ્લા પંચાયત સદસ્ય અને ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક ભાઈ-બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
દિપેશ પટેલનું આહ્વાન
સમારંભમાં મુખ્ય વક્તા પટેલ દિપેશભાઈ એ જણાવ્યું કે, “પેરામિલિટરી જવાનોને એક્સમેન તરીકે શહીદીનો દરજ્જો અને કલ્યાણ બોર્ડનું નિર્માણ થાય તે જ વીર જવાન ને સાચી શુભેચ્છા છે.”
તેમણે હાજર તમામ લોકોને અપીલ કરી કે પેરામિલિટરી જવાનોને તેમના હક્ક મળવા જોઈએ. આ માટે સર્વેને એક જ અવાજે સમર્થન આપવું જોઈએ.
સમારંભમાં **“Dipesh Patel Paramilitary”** યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી જવાનોના હક્ક માટેના અભિયાનમાં યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી.
અંતમાં એક જ આવાજ સાથે ચેતવણી આપવામાં આવી કે, “જવાનોને હક આપો, નહીં તો સરકારને જનતાના પ્રેમની જગ્યાએ આક્રોશ અને વિરોધનો સામનો કરવો પડશે.”
જયંતિ પરમાર સાબરકાંઠા



