નસવાડીના ગઢબોરીયાદ ખાતે બેંક ઓફ બરોડા દ્વારા કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો: ૫ સખી મંડળોને ₹૨૧ લાખનું ધિરાણ કરાયું.

મુકેશ પરમાર,, નસવાડી
નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ રોજગારીને વેગ આપવાના હેતુથી એક વિશેષ કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઢબોરીયાદ ખાતે આવેલી બેંક ઓફ બરોડા (BOB) ની શાખામાં યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકાના સખી મંડળોને આર્થિક રીતે પગભર લાખો રૂપિયાના ધિરાણનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કેશ ક્રેડિટ કેમ્પમાં નસવાડી તાલુકા વિકાસ અધિકારી (TDO) સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ઉપપ્રમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના વરદહસ્તે વિસ્તારના ૫ સખી મંડળની બહેનોને કુલ ₹૨૧ લાખનું ધિરાણ (કેશ ક્રેડિટ) અર્પણ કરવામાં આવ્યું હતું.મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તેવો મુખ્ય હેતુ હતો બેંક અને સરકારી યોજનાઓના સમન્વયથી ગ્રામીણ વિસ્તારની બહેનો પોતાના નાના-મોટા વ્યવસાય શરૂ કરી શકે અને પરિવારને આર્થિક ટેકો પૂરો પાડી શકે તે માટે આ લોન સહાય ખૂબ જ મહત્વની સાબિત થશે તેમ ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું.આ પ્રસંગે બેંક ઓફ બરોડાના અધિકારીઓ, સખી મંડળના સભ્યો, અગ્રણીઓ હાજર રહ્યા હતા. ₹૨૧ લાખ જેવી મોટી રકમનું ધિરાણ મળતા સખી મંડળની બહેનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તેમણે સરકાર તેમજ બેંક વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.



