BAYAD

પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત બાયડ નગરપાલિકા દ્વારા વરસાદ પહેલાં ગટર સફાઈની તીવ્ર કામગીરી કરવામાં આવી

કિરીટ પટેલ બાયડ

*અરવલ્લી જિલ્લામાં પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત બાયડ નગરપાલિકા દ્વારા વરસાદ પહેલાં ગટર સફાઈની તીવ્ર કામગીરી*

બાયડ નગરપાલિકા દ્વારા વરસાદી ઋતુ પહેલાંની તૈયારીઓના ભાગરૂપે પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત બાયડ ગામના વિવિધ વિસ્તારોમાં ગટરોની સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી અંતર્ગત આનંદ સોસાયટી, ઘનશ્યામ સોસાયટી, ગીરીરાજ સોસાયટી તેમજ છપૈયા ધામ વિસ્તારમાં મુખ્ય ગટરો અને ડ્રેનેજ લાઇનની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી છે. નગરપાલિકાની ટીમો દ્વારા મેનહોલ ખોલીને અંદર જમા થયેલ કચરો, અને અન્ય અવરોધોને દૂર કરવામાં આવ્યા છે.વરસાદી ઋતુમાં પાણી ભરાવાની સમસ્યા અને મચ્છરોના ઉત્પન્ન થવાના જોખમને ઘટાડવા માટે આ પ્રિ-મોન્સુન કામગીરી અત્યંત જરૂરી હતી. નાગરિકોના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને અમે આ કામગીરીને તીવ્ર ગતિએ આગળ વધારી રહ્યા છીએ.
નગરપાલિકા દ્વારા અન્ય વિસ્તારોમાં પણ આવી સફાઈ કામગીરી ચાલુ રાખવામાં આવશે. નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પણ પોતાના વિસ્તારમાં ગટરો અને નાળાંમાં કચરો ન નાખે અને સફાઈ કામગીરીમાં સહયોગ આપે.

Back to top button
error: Content is protected !!