BANASKANTHALAKHANI

ઠાકોર સમાજ નુ ગૌરવ વધારનાર લાખણી T d o પ્રહલાદજી એન ઠાકોર નુ સન્માન કરાયુ

નારણ ગોહિલ લાખણી

લાખણી (વાવ-થરાદ): લાખણી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી (T.D.O.) શ્રી પ્રહલાદજી એન. ઠાકોરનું ઠાકોર સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંત શ્રી સદારામ બાપુ કેળવણી ટ્રસ્ટ લાખણીના પ્રમુખ શ્રી લેરાજી રામજીજી ઠાકોર, લાખણી ગ્રામ પંચાયતના સભ્ય ભારતભાઈ ચમનાજી ઠાકોર, પૂર્વ સભ્ય હજુરજી કાળાજી ઠાકોર તેમજ પૂર્વ સભ્ય કમુભાઈ ભેમાભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો દ્વારા શ્રી પ્રહલાદજી એન. ઠાકોરને સાફો પહેરાવી તેમજ સંત શ્રી સદારામ બાપાના ફોટાની ભેટ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી પ્રહલાદજી એન. ઠાકોર દિયોદર તાલુકાના કોતરવાડા ગામના વતની તેમજ દિયોદર ઠાકોર સમાજ સંચાલિત શ્રી સદારામ બાપા કન્યા કેળવણી દિયોદરના પ્રમુખ શ્રી નાગજીજી વી. ઠાકોરના સુપુત્ર છે.શ્રી પ્રહલાદજી એન. ઠાકોરે પોતાની ફરજનિષ્ઠા, કાર્યકુશળતા અને સમાજ પ્રત્યેની લાગણીથી ઠાકોર સમાજનું નામ રોશન કર્યું છે. તેમના સન્માનના આ પ્રસંગે ઠાકોર સમાજમાં ગૌરવ અને આનંદની લાગણી વ્યાપી હતી. ઉપસ્થિત આગેવાનોએ અને ક્ષત્રિય જ્યોત પરિવારએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અહેવાલ અનુપ ઠાકોર દિયોદર

Back to top button
error: Content is protected !!