MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વસ્તી ગણતરીમાં બ્લોક ફાળવણીમાં વિસંગતતા

 

MORBI:મોરબી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વસ્તી ગણતરીમાં બ્લોક ફાળવણીમાં વિસંગતતા

મોરબી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં 500 ઘરો,600 ઘરોની વસ્તી ધરાવતા બ્લોક ફાળવવામાં આવ્યા

મોરબી વસ્તી ગણતરી નોડેલે સ્થળની મુલાકાત લીધા વિના બ્લોક ફાળવી દીધાં હોવાની રાવ

મોરબીમાં વસ્તી ગણતરી અંતર્ગત જાત જાતના વિવાદો સામે આવી રહ્યા છે,હવે એક નવો વિવાદ,નવી મુશ્કેલી સામે આવી રહી છે જેમાં ગૃહ મંત્રાલય ભારત સરકાર જન ગણના કાર્ય નિર્દેશાલયના તા.5,મેં 2026 ના પરિપત્ર મુજબ વસ્તી ગણતરી બ્લોક ફાળવણી માટે જે તે નોડલ અધિકારીએ જે તે સ્થળની મુલાકાત લઈ ચતુરદીશા વર્ણન લેન્ડ માર્ક તથા સીમાઓનું સ્પષ્ટ વર્ણન દર્શાવવામાં આવવું જોઈએ જે ક્ષેત્રીય તપાસ વિના અંદાજીત વસ્તી ઓનલાઈન દાખલ કરી અવાસ્તવિક અને સ્થળસ્થિતિથી વિમુખ માહિતી ઘરયાદી કરણ બનાવેલ હોય વસ્તી ગણતરી માર્ગદર્શિકા મુજબ એક ગણતરીદારને 200 ઘર જ ફાળવવાના હોય છે પણ મોરબીમાં ગણતરીદારોને ખૂબ મોટો વિસ્તાર 500 ઘરો,600 ઘરો ફાળવી દીધાં હોય જેના કારણે વસ્તી ગણતરી કાર્ય અવરોધિત થાય છે, પીપળી, પાનેલી, જસમતગઢ, કૃષ્ણનગર, જાંબુડિયા,ઘુંટું તેમજ કારખાના વિસ્તારોમાં 150 જેટલા કારખાના,20 શોપિંગ એકમાં 50 દુકાનો,જુદી ઓરડીમાં લોકોની સંખ્યા 1500 જેટલી તેમજ શહેરી વિસ્તારમાં રવાપર રોડ ક્રિષ્ના સ્કૂલની આજુબાજુ 562 જેટલા મકાનો બોરીયાપાટી લીલાપર કેનાલ વિસ્તાર, એસપી રોડના છેડાના ભાગથી મચ્છુ નદી સુધી લગભગ 1100 વિઘાનો એરિયા, ત્રાજપરનો વિસ્તાર, જવાહર ભડિયાદ વગેરે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બ્લોક વિભાજન માટેની અનેક અરજીઓ ગણત્રીદારો તરફથી આવી રહી છે,વસ્તી ગણતરી જ્યાં સુધી આવા મોટા બ્લોકનું વિભાજન ન થાય ત્યાં સુધી જે તે ગણતરીદારને કામગીરી ક્યાંથી શરૂ કરવી ? નઝરી નકશો કેવી રીતે બનાવવો? HLO હાઉસ લિસ્ટિંગ ઓપરેશન પોર્ટલમાં જે તે ગણતરીદારને ફાળવેલ બ્લોકમાં કેટલા જન ગણના ઘર છે એની સંખ્યા લખવાની હોય છે ત્યારબાદ જ પોર્ટલ પર આગળ કામ થઈ શકે છે તો ગણતરીદાર મુંઝાણા છે કે શું કરવું? વગેરે મુશ્કેલીઓ હોય સત્વરે આવા મોટા બ્લોકના વિભાજન કરી નવા ગણતરીદારની નિમણુંક કરવાની માંગ ઉઠી છે.આમ વસ્તીગણતરી નોડેલે નિયમ મુજબ સ્થળ પર જોવા જવું જોઈએ એના બદલે એસી ઓફીસમાં બેસી જોયા જાણ્યા વગર આડેધડ બ્લોક ફાળવી દીધાનું માલુમ પડેલ હોય ઘણી બધી વિસંગતતા જાણવા મળેલ છે.

Back to top button
error: Content is protected !!