NAVSARIVANSADA

વાંસદાના સીતાપુર ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી: ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

પર્યાવરણ સંરક્ષણ માટે જનજાગૃતિનો સંદેશ, આગેવાનોની ઉપસ્થિતિમાં હરિયાળો સંકલ્પ

વાંસદા તાલુકાના સીતાપુર ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રજાતિના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવોએ પર્યાવરણના સંરક્ષણ માટે સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમજ તેનું જતન કરવાની અપીલ કરી હતી. હરિયાળી જાળવવાથી જ આગામી પેઢીને સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ મળી શકશે.

આ પ્રસંગે ભાજપના અધ્યક્ષ સંજયભાઈ પટેલ, મહામંત્રી પ્રકાશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિકભાઈ પટેલ, ઉપપ્રમુખ અજયભાઈ પટેલ, નવસારી જિલ્લા મહામંત્રી ડૉ. લોચન શાસ્ત્રી, પૂર્વ આદિવાસી મોરચા મહામંત્રી પિયુષભાઈ પટેલ, આદિજાતિ મોરચાના મંત્રી દીપ્તિબેન પટેલ, એસ.ટી. મોરચાના પ્રમુખ સંજયભાઈ પટેલ, સંગઠનના ઉપપ્રમુખ રાકેશભાઈ શર્મા, જિલ્લા પંચાયત સભ્ય કરશનભાઈ પટેલ, મહેશભાઈ ગામિત, મહેશભાઈ કુર્મી, રાજુભાઈ મોહિતે સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે સૌએ પર્યાવરણની સુરક્ષા અને હરિયાળું ગુજરાત નિર્માણ માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવાનો તથા વાવેલા વૃક્ષોના સંવર્ધનનો સંકલ્પ લીધો હતો. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમ દ્વારા ગ્રામજનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યું હતું…

Back to top button
error: Content is protected !!