MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ડ્રગ્સ અને ગેરકાયદે ખનન સામે લેવાશે મક્કમ પગલાં: નવા આઈજીએ ટ્રાફિક અને ક્રાઈમની કરી સમીક્ષા

 

MORBI:મોરબીમાં ડ્રગ્સ અને ગેરકાયદે ખનન સામે લેવાશે મક્કમ પગલાં: નવા આઈજીએ ટ્રાફિક અને ક્રાઈમની કરી સમીક્ષા

મોરબીનો બોર્ડર રેન્જમાં સમાવેશ: નવા આઈજી ચિરાગ કોરડીયાએ સંભાળ્યો ચાર્જ, એક્શન પ્લાન તૈયાર

કોઈપણ નાગરિક વિના સંકોચે કોઈ ગુપ્ત માહિતી આપવા અથવા મદદ માટે આઈજી ચિરાગ કોરડીયાના સીધા મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકે છે:આઈજીનો સીધો સંપર્ક નંબર: 99784 08571

ગૃહ વિભાગના નવા જાહેરનામા અનુસાર મોરબી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લાનો સમાવેશ હવે રાજકોટ રેન્જમાંથી હટાવીને બોર્ડર રેન્જમાં કરવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડીયાએ મોરબી જિલ્લાનો વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે.ચાર્જ સંભાળતાની સાથે જ એક્શન મોડમાં આવેલા આઈજીએ મોરબીના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે રાજકોટ રેન્જની માફક જ બોર્ડર રેન્જની કામગીરી પણ અહીં પુરી ગંભીરતાથી ચાલુ રહેશે.

છેલ્લા 6 મહિનાના ક્રાઈમ અને ટ્રાફિક સમસ્યા પર મંથન બેઠક અંગે વિગતો આપતા આઈજી ચિરાગ કોરડીયાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં છેલ્લા 4 થી 6 મહિનામાં બનેલી ગુનાહિત પ્રવૃત્તિઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી છે. આ ઉપરાંત:સ્થાનિક પ્રશ્નો અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા થઈ. લોકોને સતાવતી મુખ્ય ટ્રાફિક સમસ્યા અંગે ઊંડાણપૂર્વક મંથન કરાયું.આગામી દિવસોમાં આ તમામ પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે ચોક્કસ પ્લાનિંગ કરવામાં આવશે.ડ્રગ્સ અને ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી :મોરબીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓ સામે લાલ આંખ કરતા આઈજીએ જણાવ્યું કે, ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે પોલીસ ટીમ પૂરી મક્કમતાથી કામ કરી રહી છે.

યુવાનોને અપીલ: કોલેજના યુવા મિત્રો કે સમાજના આગેવાનોને ક્યાંય પણ ડ્રગ્સને લગતું દૂષણ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરે, જેના પર ત્વરિત એક્શન લેવાશે. આ ઉપરાંત જિલ્લામાં સક્રિય ખનીજ માફિયાઓ સામે ચાલી રહેલી કડક કામગીરીને વધુ વેગવંતી બનાવવામાં આવશે.જનતાની સુવિધા માટે આઈજીએ જાહેર કર્યો પોતાનો પર્સનલ મોબાઈલ નંબર :મોરબી પોલીસ અને એસપીની કામગીરીને બિરદાવતા આઈજીએ જણાવ્યું કે, ગુના ડિટેક્શન અને કાયદો જાળવવામાં સ્થાનિક પોલીસ પ્રશંસનીય કામ કરી રહી છે. પોલીસ અને જનતા વચ્ચેનો સેતુ મજબૂત કરવા માટે આઈજીએ નાગરિકોને સીધો સંવાદ કરવા અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!