
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા પેલેટ ચોકડી ખાતે ટ્રાફિક પોલીસનું સઘન ડ્રાઇવ, 3 વાહનો ડિટેઇન, 25 કેસ નોંધાયા
જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ અરવલ્લી જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા ટ્રાફિક શાખા દ્વારા વિશેષ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.આજરોજ મોડાસા પેલેટ ચોકડી ખાતે એચ.પી. ગામીત, પોલીસ ઇન્સ્પેક્ટર ટ્રાફિક શાખા તથા વી.એસ. ધોકડિયા, પો.સ.ઇ. ટ્રાફિક શાખાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક સ્ટાફ સાથે સંયુક્ત ચેકિંગ હાથ ધરાયું હતું.

ડ્રાઇવ દરમિયાન રોંગ સાઇડ વાહન ચલાવતા ચાલકો, કાળા કાચવાળા વાહનો, ઓવર-સ્પીડિંગ કરતા વાહનચાલકો તેમજ નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.કાર્યવાહી દરમિયાન એમ.વી. એક્ટ-૨૦૭ મુજબ નિયમોનો ભંગ કરતા કુલ 3 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. ઉપરાંત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર અન્ય વાહનચાલકો સામે કુલ 25 કેસ નોંધવામાં આવ્યા હતા.પોલીસ વિભાગ દ્વારા વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા, નિયત ગતિમર્યાદામાં વાહન ચલાવવા તેમજ જરૂરી દસ્તાવેજો સાથે વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે. આવી કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.



