
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા– શામળાજી રોડ પર ગટર લાઇન બેસી, નવીન અને રિપેરિંગ કામની ગુણવત્તા સામે સવાલ – જીવના જોખમે વાહન ચાલકો ચલાવી રહ્યા છે વાહનો
મોડાસા : શહેરના મોડાસા–શામળાજી રોડ પર જીઈબી કચેરી નજીક રોડની વચ્ચે આવેલી ગટર લાઇન બેસી જતાં વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે. રોડની વચ્ચે જ ગટર લાઇનમાં ક્ષતિ જોવા મળતા રોજિંદા પસાર થતા વાહનચાલકો જીવના જોખમે વાહનો હંકારવા મજબૂર બન્યા છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, તાજેતરમાં આ સ્થળે રિપેરિંગનું કામ કરવામાં આવ્યું હતું તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે જોકે .તેમ છતાં થોડા જ સમયમાં ગટર લાઇન ફરી બેસી જતાં કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. નવીન તેમજ રિપેરિંગ બંને પ્રકારની કામગીરીમાં વેઠ અને ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે.રોડ પર ખાડા જેવી સ્થિતિ સર્જાતા અકસ્માતની શક્યતા વધી ગઈ છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા વરસાદી માહોલમાં આ સ્થળ વધુ જોખમી બની શકે છે. સ્થાનિકો અને વાહનચાલકોએ સંબંધિત તંત્રને તાત્કાલિક સમારકામ હાથ ધરી માર્ગને સુરક્ષિત બનાવવાની તેમજ સમગ્ર કામની ગુણવત્તાની તપાસ કરીને જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.





