ARAVALLIMODASA

મોડાસા – સુર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે રૂ. 61,59,387 ની છેતરપિંડીના ગુનાનો આરોપી ઝડપાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – સુર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે રૂ. 61,59,387 ની છેતરપિંડીના ગુનાનો આરોપી ઝડપાયો

અરવલ્લી જિલ્લા S.O.G. પોલીસને મોટી સફળતા મળી છે. મોડાસા સ્થિત સુર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે રૂ. 61,59,387 ની છેતરપિંડીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને જિલ્લા બહારના ગુનાઓમાં સંડોવાયેલા ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.તેના ભાગરૂપે S.O.G. પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ S.O.G. ટીમ મોડાસા વિસ્તારમાં પેટ્રોલિંગ અને વોચમાં હતી

દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સુર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક, મોડાસા શાખામાં ફીલ્ડ સ્ટાફ તરીકે કામ કરનાર એક વ્યક્તિએ ગ્રાહકોને લોન અપાવવાના નામે છેતરપિંડી આચરી હતી.આરોપીએ ગ્રાહકો પાસેથી જરૂરી દસ્તાવેજો અને અંગુઠાના નિશાન મેળવી તેમના નામે લોન મંજૂર કરાવી હતી.ત્યારબાદ લોનની રકમ ગ્રાહકો પાસેથી મેળવી બેંકમાં જમા કરાવવાને બદલે પોતે જ હડપ કરી લીધી હતી. એટલું જ નહીં, કેટલાક ગ્રાહકોના ખાતામાંથી જાતે જ રકમ ઉપાડી બેંક અને ગ્રાહકોને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.આ સમગ્ર કૌભાંડમાં કુલ રૂ. 61,59,387ની છેતરપિંડી થયાનું સામે આવતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર. નં. 11188009250153/2025 હેઠળ BNS કલમ 316(4) અને 61(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગુનો નોંધાયા બાદ આરોપી પોલીસ પકડથી બચવા માટે છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો. જોકે S.O.G.ને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી હાલમાં મોડાસાની દેવનગરી સોસાયટી વિસ્તારમાં રહે છે. જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પર દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો.પકડાયેલ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આરોપી રવિરાજ ભલુભાઈ સોલંકી રહે. કરણપુર, તા. ધનસુરા, જિલ્લા અરવલ્લી ,અરવલ્લી જિલ્લા S.O.G.ની આ કામગીરીને કારણે લાંબા સમયથી ફરાર રહેલો આરોપી કાયદાના સકંજામાં આવ્યો છે, જેને લઈને પોલીસ વિભાગે મહત્વની સફળતા મેળવી છે.

Back to top button
error: Content is protected !!