MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નેક્સિયન સરફેસિસ પ્રા. લિ. ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

 

MORBI:મોરબી નેક્સિયન સરફેસિસ પ્રા. લિ. ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

 

ઉંચી માંડલ સ્થિત Nexion Surfaces Private Limited ખાતે તા. 05 જૂન, 2026ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 2026 ની થીમ “Inspired by Nature, For Climate, For Our Future” ને અનુરૂપ કંપની પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

કાર્યક્રમ દરમિયાન કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. સાથે જ હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણના નિર્માણ માટે સૌએ પોતાનો સક્રિય ફાળો આપવાનો સંકલ્પ કર્યો હતો.

આ પ્રસંગે કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે પર્યાવરણનું જતન અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા માત્ર પર્યાવરણ જ નહીં પરંતુ આવનારી પેઢીઓને પણ સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય આપી શકાય છે.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી. અંતે સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવવા તથા પર્યાવરણની સુરક્ષા માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.“વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો” ના સંદેશ સાથે કાર્યક્રમનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!