વાંસદા તાલુકા ક્રિકેટ પ્રીમિયર લીગનો ધમાકેદાર પ્રારંભ, ખેલાડીઓમાં જબરદસ્ત ઉત્સાહ વાત્સલ્યમ સમાચાર | મદન વૈષ્ણવ વાંસદા શહેરના ગાંધી મેદાન ખાતે વાંસદા તાલુકા ક્રિકેટ પ્રીમિયર લીગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ક્રિકેટપ્રેમીઓ અને ખેલાડીઓમાં ભારે ઉત્સાહ વચ્ચે શરૂ થયેલી આ ત્રિદિવસીય ટુર્નામેન્ટમાં તાલુકાભરના યુવા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે નોંધપાત્ર સંખ્યામાં ખેલાડીઓએ ફોર્મ ભર્યા હતા. ઓપ્શન બેઝ પદ્ધતિ દ્વારા ખેલાડીઓને આઠ અલગ-અલગ ટીમોમાં વહેંચવામાં આવ્યા હતા, જેના કારણે દરેક ટીમ વચ્ચે રોમાંચક અને સ્પર્ધાત્મક મુકાબલાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા રાકેશભાઈ શર્માએ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી હતી. સમગ્ર ટુર્નામેન્ટના મુખ્ય દાતા તરીકે પણ તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે સરપંચ ગુલાબભાઈ પટેલ, શિવેન્દ્રસિંહ સોલંકી, યશપાલસિંહ સોલંકી, નટુભાઈ પાંચાલ, વિરલભાઈ વ્યાસ, દીપ્તીબેન પટેલ, દીપકભાઈ શર્મા, હનીફભાઈ સોડાવાળા, રાજુભાઈ મોહિતે, મહેશભાઈ કુર્મી સહિત વાંસદા ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રમતગમતની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી. આ ટુર્નામેન્ટ દ્વારા તાલુકાના યુવા ક્રિકેટરોને પોતાની પ્રતિભા દર્શાવવાનો ઉત્તમ મંચ મળ્યો છે. આગામી દિવસોમાં યોજાનારા રોમાંચક મુકાબલાઓને લઈ ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વાંસદા શહેરના ગાંધી મેદાન ખાતે વાંસદા તાલુકા ક્રિકેટ પ્રીમિયર લીગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ક્રિકેટપ્રેમીઓ અને ખેલાડીઓમાં ભારે ઉત્સાહ વચ્ચે શરૂ થયેલી આ ત્રિદિવસીય ટુર્નામેન્ટમાં તાલુકાભરના યુવા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે નોંધપાત્ર સંખ્યામાં ખેલાડીઓએ ફોર્મ ભર્યા હતા. ઓપ્શન બેઝ પદ્ધતિ દ્વારા ખેલાડીઓને આઠ અલગ-અલગ ટીમોમાં વહેંચવામાં આવ્યા હતા, જેના કારણે દરેક ટીમ વચ્ચે રોમાંચક અને સ્પર્ધાત્મક મુકાબલાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા રાકેશભાઈ શર્માએ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી હતી. સમગ્ર ટુર્નામેન્ટના મુખ્ય દાતા તરીકે પણ તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આ પ્રસંગે સરપંચ ગુલાબભાઈ પટેલ, શિવેન્દ્રસિંહ સોલંકી, યશપાલસિંહ સોલંકી, નટુભાઈ પાંચાલ, વિરલભાઈ વ્યાસ, દીપ્તીબેન પટેલ, દીપકભાઈ શર્મા, હનીફભાઈ સોડાવાળા, રાજુભાઈ મોહિતે, મહેશભાઈ કુર્મી સહિત વાંસદા ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રમતગમતની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.
આ ટુર્નામેન્ટ દ્વારા તાલુકાના યુવા ક્રિકેટરોને પોતાની પ્રતિભા દર્શાવવાનો ઉત્તમ મંચ મળ્યો છે. આગામી દિવસોમાં યોજાનારા રોમાંચક મુકાબલાઓને લઈ ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.



