
સુરત ખાતે ઉજવાયેલા વર્લ્ડ સાયકલ ડે કાર્યક્રમમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભાંડુત ગામના વતની શ્રી ધર્મેન્દ્ર પટેલે ઉત્સાહભેર ભાગ લીધો હતો. પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે જનજાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલી આ સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં સાયકલપ્રેમીઓ જોડાયા હતા. ધર્મેન્દ્ર પટેલે “પર્યાવરણ બચાવો, સ્વચ્છતા અપનાવો”નો સંદેશ આપતા સાયકલિંગ દ્વારા હરિત અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપ્યું. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ જાળવણી, પ્રદૂષણ ઘટાડવા અને નિયમિત વ્યાયામના મહત્વ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ પ્રસંગે સૌએ હરિત અને સ્વચ્છ ભારતના નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા સુરત



