
રાજપારડીમાં રાજપૂત સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મળ્યું સન્માન.







ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે રાજપૂત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના ઉત્સાહવર્ધન માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. શ્રી રાજપૂત યુવા સંગ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના હોશિયાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. રાજપારડીની શાહ સમાજની વાડી ખાતે શ્રી રાજપૂત યુવા સંગના આયોજન હેઠળ તેજસ્વી તરલાઓના સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનાર રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સમાજના આગેવાનોના હસ્તે પ્રમાણપત્ર અને સન્માનપત્ર અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા પંચાયત સભ્ય ધર્મેન્દ્રસિંહ પરમાર, સમાજના આગેવાન મૂળજી બાવા નકુમ, ગજેન્દ્રસિંહ સુરતિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર સિંહ વાસદીયા એ શિક્ષણ સંસ્કાર અને એકતા ની વાત કરી કાર્યક્રમ નું આયોજન કરવા બદલ આયોજકો ને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી રાજપૂત યુવા સંગના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપસિંહ ધરિયા દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થતા ઉપસ્થિતોએ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
ઈરફાન ખત્રી
રાજપારડી




