GUJARAT

મોડાસામાં પોલીસ વિભાગ દ્વારા સાયકલિંગ ઇવેન્ટનું આયોજન,ફિટ ઈન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા અનોખી પહેલ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસામાં પોલીસ વિભાગ દ્વારા સાયકલિંગ ઇવેન્ટનું આયોજન,ફિટ ઈન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા અનોખી પહેલ

 

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પોલીસ જવાનોની શારીરિક તંદુરસ્તી સુધારવા તેમજ કેન્દ્ર સરકારના ફિટ ઈન્ડિયા અભિયાનને વધુ પ્રોત્સાહન આપવા માટે સાયકલિંગ ઇવેન્ટનું સુંદર આયોજન  કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પોલીસ વિભાગના અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ સાયકલિંગ ઇવેન્ટનો મુખ્ય હેતુ પોલીસ કર્મચારીઓમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને નિયમિત વ્યાયામને જીવનશૈલીનો ભાગ બનાવવાનો હતો. ઇવેન્ટ દરમિયાન અધિકારીઓએ જવાનોને સ્વસ્થ શરીર અને સકારાત્મક જીવનશૈલી માટે નિયમિત કસરત, યોગ અને રમતગમત પ્રવૃત્તિઓ સાથે જોડાવા અપીલ કરી હતી.કાર્યક્રમમાં જોડાયેલા તમામ અધિકારીઓ અને જવાનોએ ઉત્સાહપૂર્વક સાયકલિંગ કરી ફિટનેસનો સંદેશ આપ્યો હતો.

Back to top button
error: Content is protected !!