જામનગરમાં પોલીસ સાથે ખભો મિલાવતા હોમગાર્ડઝ

*તેરા તુજકો અર્પણ* હેઠળ નાગરિકોનો વિશ્વાસ જીત્યો
પોલીસ સાથે ખભેખભો મિલાવી કાયદો-વ્યવસ્થાની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવતાં અને વરિષ્ઠ અધિકારીઓના નિયમોનું પાલન કરતાં હોમગાર્ડઝ જવાનો એ પોલીસ ખાતાનાં *તેરા તુજકો અર્પણ* અભિયાન અંતર્ગત ગઈકાલે રાત્રી ફરજ દરમ્યાન જામનગર જિલ્લાના સીટી બી યુનિટના હોમગાર્ડ સભ્ય પ્રવીણ સોલંકી તથા ગૌરવ જેઠવાને મોબાઈલ., રોકડ રકમ તેમજ કિંમતી ચીજવસ્તુઓ સાથેનું પર્સ ગ્રેઈન માર્કેટથી મળી આવતાં મૂળ માલિકને શોધીને પરત કરવામાં આવેલ હતું.!
ગતરાત્રે જિલ્લા કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા પણ શનિવાર હોવાથી દર શનિવારની જેમ જોગવડ ચાલીને જતાં પદયાત્રીઓની સુરક્ષા માટે રેડિયમ રિફ્લેક્ટર લગાવીને રાઉન્ડમાં હતાં અને હોમગાર્ડઝ સભ્યોની આવી સરસ અને સુંદર કામગીરીની જાણ થતાં રાત્રે જ તેઓને અભિનંદન પાઠવ્યા અને દરેક હોમગાર્ડઝ સભ્યોને રાત્રી ફરજ દરમ્યાન સતર્ક રહેવા સુચનાઓ આપવામાં આવી હોવાનું પણ






