ARAVALLIMEGHRAJMODASA

મેઘરજ –  ઇપલોડા ગામે દબાણો પર ફરી વળ્યું બુલડોઝર : ૧૬ થી વધુ દબાણો હટાવાયા, પાકા રસ્તાનું કામ ખુલ્લું થયું*

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ –  ઇપલોડા ગામે દબાણો પર ફરી વળ્યું બુલડોઝર : ૧૬ થી વધુ દબાણો હટાવાયા, પાકા રસ્તાનું કામ ખુલ્લું થયું*

 

મેઘરજના ઇપલોડા ગામના ગ્રામજનોની લાંબા સમયની માંગણી બાદ આખરે ઇપલોડા ગામે તંત્ર દ્વારા બીજી વાર પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી તેમજ મેઘરજ પોલીસ બંદોબસ્ત સાથે રસ્તાની માપણી કરી દબાણ દૂર કરાયા હતા

મેઘરજ તાલુકાના ઇપલોડા ગામે વિકાસ પથ મંજુર થતાં ગામના કેટલાક શખ્સોએ રસ્તાની બંન્ને બાજુએ દબાણો દુર કરવાની અરજી કરવામાં આવી હતી જેને લઇને તાલુકા વિકાસ અધિકારીની સીધી હાજરીમાં અને પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગામમાં રસ્તાની બંન્ને બાજુએ ૧૬ થી વધુ નાના મોટા દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પંચાયતના સરપંચ.તલાટી સહિત સમગ્ર સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. ગામમાં  અંદરો અંદરના વિવાદને લઈને એક જ દબાણ બીજી વખત દૂર કરવાની નોબત આવી હતી. ભારે ગરમાવા અને તંગદિલીના માહોલ વચ્ચે તંત્રએ કાર્યવાહી પૂર્ણ કરી હતી દબાણો દૂર થતા હવે પાકા રસ્તાના કામને ગતિ મળશે તેવી ગ્રામજનોમાં આશા બંધાઈ છે.

 

Back to top button
error: Content is protected !!