BHUJGUJARATKUTCH

પૂર્ણા યોજના અંતર્ગત કિશોરીઓ માટે વોકેશનલ તાલીમ વર્કશોપ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ

ભુજ,તા-૦૮ જૂન : મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની પૂર્ણા યોજના અંતર્ગત કિશોરીઓને સ્વનિર્ભર અને કૌશલ્યબદ્ધ બનાવવાના હેતુથી ભુજ ઘટક-૧ ના આંગણવાડી કેન્દ્ર નટવાસ-૧ (રામદેવપીર મંદિર) ખાતે એક વિશેષ આઈ.ટી.આઈ (ITI) વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનું આયોજન જિલ્લા ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસરશ્રીના સક્ષમ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પૂર્ણા કન્સલ્ટન્ટ ઉપસ્થિત રહી કિશોરીઓને પ્રોત્સાહિત કરી હતી. ઘટકના સીડીપીઓ (CDPO) શ્રી તેમજ મુખ્ય સેવિકા દ્વારા આસપાસના વિસ્તારની કિશોરીઓ અને તેમના વાલીઓને આ વર્કશોપનો મહત્તમ લાભ લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.ભુજ આઈ.ટી.આઈ.માંથી પધારેલા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તેમજ તેમની ટીમ દ્વારા કિશોરીઓને આઈ.ટી.આઈ. માં ચાલતા વિવિધ ટેકનિકલ અને નોન-ટેકનિકલ કોર્સ, સમર કેમ્પ અને સરકાર તરફથી મળવાપાત્ર સ્ટાઈપેન્ડ (શિષ્યવૃત્તિ) યોજનાઓ વિશે ખૂબ જ ઝીણવટભરી અને રસપ્રદ માહિતી પૂરી પાડવામાં આવી હતી.આ વર્કશોપમાં કુલ 52 જેટલી કિશોરીઓ અને તેમના વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આઈ.ટી.આઈ.ની ટીમ દ્વારા અપાયેલી સમજણથી પ્રભાવિત થઈને ૧૫ થી ૨૦ જેટલી કિશોરીઓએ આઈ.ટી.આઈ.ના વિવિધ ટ્રેડમાં જોડાઈને પોતાની કારકિર્દી બનાવવાની ઉત્કંઠા અને ઈચ્છા વ્યક્ત કરી હતી.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક આંગણવાડી કાર્યકર બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી અને કાર્યક્રમને દીપાવ્યો હતો. કિશોરીઓના સશક્તિકરણ તરફનું આ એક સરાહનીય પગલું રહ્યું હતું.

Back to top button
error: Content is protected !!