
ડેસર પરમાર ચિરાગ.
ઉદલપુર અને જનપુરાના જાગૃત નાગરિક દ્વારા મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યુંહતું
ઉદલપુર અને જાનીપુરા ગામની સીમામાં આવેલ ‘BD પટેલ ક્વોરી’ ખાતે ચાલતા કાયદેસર તથા ગેરકાયદેસર ખતરનાક બ્લાસ્ટિંગ તાત્કાલિક બંધ કરાવવા બાબત. અને ફરિયાદો:નુકસાનનો ભય: ક્વોરીમાં લાંબા સમયથી ભારે અને ખતરનાક બ્લાસ્ટિંગ (વિસ્ફોટો) કરવામાં આવી રહ્યા છે. આના કારણે આસપાસના રહેણાંક મકાનોમાં તિરાડો પડવાની ભીતિ ઊભી થઈ છે અને લોકોના જાનમાલને નુકસાન થવાની શક્યતા વધી ગઈ છે. અને માનસિક અસરો: બ્લાસ્ટિંગ દરમિયાન થતા ભારે અવાજ, ધૂળની ડમરીઓ અને જમીનના કંપનના કારણે ગ્રામજનોમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ રહી છે.નિયમોનું ઉલ્લંઘન: જો આ પ્રવૃત્તિ માટે જરૂરી પરવાનગીઓ અને પર્યાવરણીય નિયમોનું પાલન ન થતું હોય, તો તે ગેરકાયદેસર ગણાય.માગણી:આ બાબતની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને કાયદેસર કે ગેરકાયદેસર રીતે ચાલતા તમામ ખતરનાક બ્લાસ્ટિંગને બંધ કરાવવા જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.


