MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

 

MORBI:મોરબી મહાનગરપાલિકા ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ: શહેરના સર્વાંગી વિકાસ અને વહીવટી પારદર્શિતા પર અપાયો ભાર

મોરબી મહાનગરપાલિકા ખાતે આજે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોરબીના નવનિયુક્ત અને જવાબદાર પદાધિકારીઓ તેમજ ઉચ્ચ વહીવટી અધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકની અધ્યક્ષતા મેયરશ્રી ઉત્તમભાઈ સુરાણીએ કરી હતી. તેમની સાથે ડેપ્યુટી મેયરશ્રી ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી જયંતિભાઈ પંડસુંબીયા, દંડકશ્રી જયેશભાઈ દેસાઈ ,શાસક પક્ષના નેતાશ્રી અર્પિતાબા જાડેજા સહિતના તમામ કોર્પોરેટરશ્રીઓ, મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને કોર્પોરેશનના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મોરબી શહેરના વિકાસને વેગ આપવા માટે મુખ્યત્વે ત્રણ બાબતો પર વ્યાપક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી: કોર્પોરેશનની ગરિમા અને પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવું. રોજબરોજની વહીવટી પ્રક્રિયાને વધુ સરળ અને લોકાભિમુખ બનાવવી.ભાવિ વિકાસકાર્યો: મોરબીના ભવિષ્યના વિકાસ માટેના આગામી પ્રોજેક્ટ્સનું રોડમેપ તૈયાર કરવો.સર્વાંગી વિકાસ અને નાગરિક સુવિધા પ્રથામિકતા

બેઠક દરમિયાન મેયરશ્રી અને પદાધિકારીઓ દ્વારા મોરબી શહેરના સર્વાંગી વિકાસ, નાગરિક સુવિધાઓમાં વધારો, શહેરમાં સ્વચ્છતાનું સામ્રાજ્ય, કામગીરીમાં સંપૂર્ણ પારદર્શિતા અને લોકોના પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને કડક સૂચનાઓ આપવામાં આવી હતી.

મોરબીના વિકાસને એક નવી ઊંચાઈ અને નવી દિશા આપવા માટે મહાનગરપાલિકાના તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ એક ટીમ બનીને, પરસ્પર ઉત્તમ સંકલન (Coordination) સાથે કાર્ય કરશે તેવી સમાન પ્રતિબદ્ધતા આ બેઠકમાં વ્યક્ત કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!