MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી તથાગત બુદ્ધ હોલ ખાતે ‘વિદ્યા રત્ન એવોર્ડ’ અંતર્ગત ૪૪ વિદ્યાર્થીઓનું બહુમાન કરાયું

 

MORBI:મોરબી તથાગત બુદ્ધ હોલ ખાતે ‘વિદ્યા રત્ન એવોર્ડ’ અંતર્ગત ૪૪ વિદ્યાર્થીઓનું બહુમાન કરાયું

જવાહર સોસાયટી યુવા સંગઠન* આયોજિત *વિદ્યા રત્ન એવોર્ડ ૨૦૨૬* તેમજ વોર્ડ નંબર 5 ના ચૂંટાયેલા કોર્પોરેટરનું સન્માનનો કાર્યક્રમ તારીખ ૭/૬/૨૦૨૬ રવિવારના તથાગત બુદ્ધ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં ધોરણ 10 અને 12 ના કુલ 44 વિદ્યાર્થીઓનું શિલ્ડ પ્રમાણપત્ર અને માતા રમાબાઈની જીવનગાથા પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું.


જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી અતુલભાઈ છાસિયા સાહેબ નાયબ નિયામક સમાજ કલ્યાણ મોરબી જિલ્લા તેમજ અતિથિ વિશેષ તરીકે ડો. દેવનભાઈ રબારી યંગ ઇન્ડિયા ગ્રુપ મેન્ટર તેમજ આમંત્રિત મહેમાનો નોટરી શ્રી ગોરધનભાઈ મુછડીયા, મોરબી માળિયા ટંકારા વણકર સમાજ સેવાસમિતિ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી રામજીભાઈ ધાવડા, ઉપપ્રમુખશ્રી દાનાભાઈ ચૌહાણ, મહામંત્રી શ્રી દિનેશભાઈ પરમાર, તેમજ વોર્ડ નંબર ૫ ના કોર્પોરેટર શ્રીમતી મંજુલાબેન ચૌહાણ, શ્રીમતી માનુબેન શિયાર, શ્રી મેઘરાજસિંહ ઝાલા, શ્રી ભગીરથભાઈ બરાસરા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગઠનના બધા કાર્યકર્તાઓએ ખૂબ જ મહેનત કરી હતી. તેમજ ડો. દેવેનભાઈ રબારી અને શ્રી અતુલભાઇ છાસિયા સાહેબ વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણ ઉપયોગી ખૂબ જ જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું જ્યારે કોર્પોરેટર શ્રીઓએ આ વિસ્તારના પ્રાથમિક જરૂરિયાતના બધા કામો ખૂબ જ ઝડપથી થઈ જાય તે માટેની બાંહેધરી આપી હતી. આમ જવાહર સોસાયટી યુવા સંગઠનનો આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો

Back to top button
error: Content is protected !!