દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેહરાદુન એક્સપ્રેસ ટ્રેનમાં રોકડા રૂપીયાની ચોરી કરી નાસવા જતા બે આરોપીઓને ઝડપી પાડતી દાહોદ રેલ્વે પોલીસ GRP

તા.૦૯.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેહરાદુન એક્સપ્રેસ ટ્રેનમાં રોકડા રૂપીયાની ચોરી કરી નાસવા જતા બે આરોપીઓને દાહોદ રેલવે પોલીસે
અંગે હાથ ઝડપી પાડી આરોપીઓને રંગે હાથ ઝડપી પાડી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા 11000 રિકવર કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હોવાનું જાણવા મળે છે.
ગતરોજ દાહોદ રેલવે પોલીસ દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના રેલ્વે સ્ટેશન ઉપર આવતા-જતા પેસેન્જરના માલ-સામાનની થતી ચોરી અટકવવા તેમજ ચોરીનો ભેદ ઉકેલી સત્વરે મુદામાલ રીકવર કરવાની કામગીરી હાથ ધરી રહી હતી ત્યારે ટ્રેન નં.૧૯૦૧૯ દહેરાદુન એક્સ.ટ્રેનમાં દાહોદ થી અનાશ રેલ્વે સ્ટેશન સુધીની પેટ્રોલીંગ કરતા હતા ત્યારે એક મુસાફરે પહેરેલ પેન્ટના ખીસ્સામાં રાખેલ રોકડા રૂ.૧૧,૦૦૦ જેમાં ૫૦૦ ના દરની ભારતીય ચલણીની કુલ ૨૨ નોટો ચોરી કરી બોરડી રેલ્વે સ્ટેશન ટ્રેન ઉભી રહેતા બે ઈસમો ઉતરીને નાસવા જતા મુસાફરએ ચોર ચોરની બુમો પાડતા ટ્રેનમાં હાજર દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ડ્યુટીના પોલીસ માણસોએ રેડ હેન્ડ પકડી પાડી બંને આરોપીઓ જેમાં સુનિલભાઇ રૂમાલભાઇ માવી (રહે.ગામ.વણભોરી માવી ફળીયુ તા,જી.દાહોદ) અને પોપટભાઈ સુરેશભાઈ વહોનીયા (રહે.ગામ.ભે (ગાળા ફળીયુ) તા.ગરબાડા જી.દાહોદ)નાઓને દાહોદ રેલવે પોલીસે ઝડપી પાડી બંને આરોપીઓને ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા 11,000 સાથે ચોરીના ગુનામાં અટક કરી “Mission safe station” અંતર્ગત કામગીરી કરવામાં આવેલ છે.



