HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદનો કુખ્યાત માથાભારે શખ્સ મોહિત પરમાર ‘પાસા’ હેઠળ તળે જેલ હવાલે 

 

HALVAD:હળવદનો કુખ્યાત માથાભારે શખ્સ મોહિત પરમાર ‘પાસા’ હેઠળ તળે જેલ હવાલે

હળવદ પંથકમાં મારામારી સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા અને સ્થાનિક સ્તરે આતંક મચાવનારા કુખ્યાત માથાભારે શખ્સ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા મોહિત હસમુખભાઇ પરમાર નામના ઇસમને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ બાદ ‘પાસા’ (PASA) હેઠળ ડિટેઇન કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, આરોપી મોહિત પરમાર સામે હળવદ પોલીસ સ્ટેશનમાં મારામારી અને જાહેર શાંતિ ભંગ કરવાના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ શખ્સની ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે હળવદ પોલીસ દ્વારા તેની સામે પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ) હેઠળની દરખાસ્ત તૈયાર કરીને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ (કલેક્ટર) તરફ મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે આ દરખાસ્તને ગંભીરતાથી લઈ આરોપી વિરુદ્ધ ત્વરિત પાસા વોરંટ ઇસ્યુ કર્યું હતું.

અલગ-અલગ ટીમો બનાવી દબોચી લેવાયો”વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અસામાજિક તત્વો સામે આકરી કાર્યવાહી ચાલુ રહેશે.”— સ્થાનિક પોલીસ અધિકારી

પાસા વોરંટ જાહેર થતાં જ હળવદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. માથાભારે આરોપીને સત્વરે ઝડપી લેવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આરોપી મોહિત હસમુખભાઇ પરમારને દબોચી લીધો હતો.

પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને પાસા એક્ટ હેઠળ મધ્યસ્થ જેલ ભેગો કરવા તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!