MORBI:મોરબી રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન કાર અને બાઇક ચોરતો શાતિર તસ્કર ઝડપાયો







MORBI:મોરબી રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન કાર અને બાઇક ચોરતો શાતિર તસ્કર ઝડપાયો


મોરબી શહેરમાં રાત્રિના સમયે થતી ચોરીઓ અને મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચના અન્વયે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ સતત કાર્યરત છે. તેવામાં રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન બી ડિવિઝન પોલીસને એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડી, તેની પાસેથી ચોરીની એક કાર અને એક મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ રિકવર કરવામાં મોટી સફળતા મળી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ રાત્રિના સમયે વિસ્તારમાં સઘન પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બિલ્વા કોમ્પ્લેક્સ પાસેથી એક યુવક શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેને અટકાવી ત્યાં હાજર હોવા બાબતે કડકાઈથી અને યુક્તિ-પ્રયુક્તિપૂર્વક પૂછપરછ શરૂ કરી હતી. પોલીસની આગવી પૂછપરછ સામે યુવક ભાંગી પડ્યો હતો અને ચોરીના ગુનાઓની કબૂલાત કરી હતી.ગેરેજમાંથી કાર અને ધાયડી વિસ્તારમાંથી બાઇક ચોર્યાની કબૂલાત પોલીસની સઘન પૂછપરછ દરમિયાન ઝડપાયેલા આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે:૧. મોરબી મહેન્દ્રનગર સી.એન.જી. પંપ પાસે આવેલા ‘જય અંબે મોટર્સ ગેરેજ એન્ડ સર્વિસ’ માંથી એક હ્યુન્ડાઇ કંપનીની ગ્રાન્ડ આઇ-૧૦ (Grand i10) ફોર વ્હીલર ગાડીની ચોરી કરી હતી.૨. આ ઉપરાંત, મહેન્દ્રનગરના ધાયડી વિસ્તારમાંથી એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ પણ ચોરી કર્યું હોવાની કબૂલાત આપી હતી.પોલીસે તપાસ કરતા આ બંને વાહનો ચોરીમાં ગયા હોવાનું સત્તાવાર રીતે જણાઈ આવ્યું હતું.આરોપીની ઓળખ અને કાયદેસરની કાર્યવાહી
પકડાયેલા આરોપી- પાર્થ પ્રફુલભાઈ જીવરાજભાઈ ફડદુ (ઉંમર વર્ષ ૨૬) હાલ રહેઠાણ: કિરીટભાઇનું મકાન (ભાડેથી), પ્રાચીનગર, મહેન્દ્રનગર સી.એન.જી. પેટ્રોલ પંપની પાસેની ગલીમાં, મોરબી-૨.મૂળ રહેઠાણ: ગામ- કણેરી, તાલુકો- કેશોદ, જિલ્લો- જૂનાગઢ.મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ચોરીના બંને વાહનો કબ્જે કરી, આરોપી પાર્થ ફડદુ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની અટકાયત કરી છે અને આ મામલે આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે. આ કામગીરીથી સ્થાનિક વાહનચોરીના વણઉકેલાયેલા ભેદ ઉકેલાયા છે.


