MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં સગીર વયના બાળકનું અપહરણ: અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

 

MORBI:મોરબીમાં સગીર વયના બાળકનું અપહરણ: અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

 

મોરબીના માળિયા ફાટક પાછળ આવેલા કાંતિનગર વિસ્તારમાંથી એક ૮ વર્ષના સગીર બાળકનું અજાણ્યા ઇસમે અપહરણ કર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે બાળકની બહેને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગત મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ મોરબીમાં માળિયા ફાટક પાછળ કાંતિનગરમાં રમેશભાઈની ઓરડીમાં રહેતા ડોલીબેન રવિકુમાર જાટવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે, તેમનો ૮ વર્ષનો સગીર ભાઈ સત્યા શાકભાજી લેવા માટે ગયો હતો. ત્યારબાદ તે લાંબા સમય સુધી પરત ફર્યો ન હતો.

પરિવાર દ્વારા શોધખોળ કરવા છતાં બાળકની કોઈ ભાળ મળી ન હતી. આથી, કોઈ અજાણ્યો ઇસમ સગીર બાળકને તેના વાલીપણામાંથી કોઈ પણ પ્રકારની સંમતિ લીધા વિના લલચાવી-ફોસલાવીને અપહરણ કરી ગયો હોવાની આશંકા સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ડોલીબેનની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી, બાળકને હેમખેમ શોધી કાઢવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!