કામરેજ તાલુકાના શેખપુર ગ્રામ પંચાયત ના સરપંચ પોતાના પવાર ની મનમાની કરી અધિનિયમ ૧૯૯૩ ની કલમોના ઉડ્યા ધજાગરા

સુરત જિલ્લા ના કામરેજ ના શેખપુર ગ્રામ પંચાયત ફરી એકવાર મોટા વિવાદના ઘેરવું માં આવી છે. શેખપુર ગ્રામ પંચાયતના સરપંચ પાવર દ્વારા પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કાયદાકીય જોગવાઈઓનું સરેઆમ ઉલ્લંઘન કરીને મનમાની રીતે નિર્ણયો લેવાયા હોવાનો સનસનાટીપૂર્ણ મામલો સામે આવ્યો છે. ગ્રામ પંચાયતમાં સૌથી મહત્વની ગણાતી સામાજિક ન્યાય સમિતિની રચનામાં ભારે ગેરરીતિ આચરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.
મુખ્ય વિગતો અને ગંભીર આક્ષેપો:
કાયદાના ધજાગરા: ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ના નિયમો અનુસાર સામાજિક ન્યાય સમિતિની રચના કરવાની હોય છે, પરંતુ સરપંચ પાવર દ્વારા આ તમામ કાયદાકીય જોગવાઈઓને નેવે મૂકી સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી
ચૂંટાયેલા પ્રતિનિધિઓની બાદબાકી: સમિતિની લોકતાંત્રિક પ્રક્રિયામાં જે વાસ્તવિક એકજ ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સમાવેશ કરવો અનિવાર્ય છે, તેમને જાણીજોઈને આ પ્રક્રિયાથી દૂર રાખવામાં આવ્યા છે.
ભ્રષ્ટાચાર છુપાવવાનો ખેલ: સ્થાનિકો અને પંચાયતના સભ્યોના આક્ષેપ મુજબ, શેખપુર ગ્રામ પંચાયતમાં ચાલી રહેલો ભ્રષ્ટાચાર ક્યારેય ઉજાગર ન થાય અને ભવિષ્યમાં પણ વધુ ભ્રષ્ટાચાર આચરી શકાય, તેવા બદઇરાદાથી માત્ર પોતાના જ માનીતા સભ્યોની કમિટીમાં ગોઠવણ કરવામાં આવી છે.
સરપંચ પોતે જ બન્યા ચેરમેન: કાયદાકીય મર્યાદાઓ અને નિયમોનો ભંગ કરીને સરપંચ પોતેજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનું પદ પણ સંભાળી લીધું છે, જે પંચાયતી રાજના નિયમોની વિરુદ્ધ છે.
ગ્રામજનો અને વિપક્ષની માંગ:
પંચાયતમાં પારદર્શિતા લાવવાને બદલે સરપંચ દ્વારા સરમુખત્યારશાહી વલણ અપનાવીને લોકશાહીનું ગળું ઘોંટવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી (TDO) અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) તાત્કાલિક હસ્તક્ષેપ કરે, આ ગેરકાયદેસર સમિતિને રદ કરવામાં આવે અને સરપંચ ખોટા પાવર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત



