ARAVALLIMODASA

માલપુર વિસ્તારમાં LCBની મોટી કાર્યવાહી, 8.40 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

માલપુર વિસ્તારમાં LCBની મોટી કાર્યવાહી, 8.40 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો

અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉભરાણ સુરપાલેશ્વર મહાદેવ ત્રણ રસ્તા પાસે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા નાકાબંધી દરમિયાન વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ રૂ. 8,40,550નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી બ્લુ કલરની મારૂતી સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ઉભરાણ થઈ તેનપુર તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે એલસીબીના પીઆઈ એમ.એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.પી. સોલંકી અને ટીમે ઉભરાણ સુરપાલેશ્વર મહાદેવ ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.દરમિયાન શંકાસ્પદ મારૂતી સ્વીફ્ટ કાર (નંબર GJ-18-EA-9021) આવતા તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે કાર ચાલકે સરકારી વાહનને અથડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને ઝડપી પાડી લીધો હતો. તપાસ દરમિયાન કાર પર લગાવવામાં આવેલી નંબર પ્લેટ ખોટી હોવાનું સામે આવ્યું હતું અને વાહનનો સાચો નંબર RJ-33-CA-3628 હોવાનું જાણવા મળ્યું હતું.કારની તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 734 બોટલ અને ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 3,30,550 થાય છે. ઉપરાંત રૂ. 5 લાખની મારૂતી સ્વીફ્ટ કાર અને રૂ. 10 હજારનો મોબાઈલ ફોન મળી કુલ રૂ. 8,40,550નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.ઝડપાયેલ આરોપીની ઓળખ તુલસીરામ માનારામ મુલ્લાજી ડાંગી (ઉ.વ. 32), રહે. નઉવા, પોસ્ટ ચંદેસરા, તા. માવલી, જી. ઉદેપુર (રાજસ્થાન) તરીકે થઈ છે. આરોપી સામે અગાઉ પંચમહાલ, ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાં પ્રોહિબિશનના ચાર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.આ કેસમાં ઉદેપુરના લોકેશ ડાંગી નામના એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે માલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!