NAVSARINAVSARI CITY / TALUKO
કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થતાં નવસારી મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા મહાભિયાન અને વૃક્ષારોપણ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી, તા. 10 : કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ 13 વોર્ડમાં સ્વચ્છતા મહાભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “સ્વચ્છતા આપણી જવાબદારી, આપણો સંકલ્પ”ના સૂત્ર સાથે યોજાયેલા અભિયાનમાં મેયર, ધારાસભ્ય રાકેશભાઈ, નગરસેવકો, પદાધિકારીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વોર્ડ નં. 6માં ચાંદની ચોકથી સરદાર ચોક સુધી વિશેષ સફાઈ અભિયાન યોજાયું હતું. સફાઈ બાદ વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સ્વચ્છ અને હરિયાળા ભારતના નિર્માણ માટે દરેક નાગરિકે સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીને જીવનશૈલી બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.


