કાલાવડમાં હોમગાર્ડ જવાનોની સતર્કતાથી વધુ નુકસાન થતું અટક્યું

*ગત તા.૦૯/૦૬/૨૦૨૬ ની રાત્રી દરમિયાન કાલાવડ ટાઉન વિસ્તારના સિનેમા રોડ, શરદ ગરબી ચોક પાસે, લાકડાના બેન્સામાં રાત્રીના આશરે ૦૨:૩૦ વાગ્યે વિકરાળ આગ લાગેલ હતી.! જેની જાણ રાત્રી ફરજ પર તૈનાત કાલાવડ યુનિટના હોમગાર્ડઝ જવાનોને થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરીને તેની સાથે રૂબરૂ અને સ્થળ ઉપર પહોંચીને ફાયર બ્રિગેડના જવાનો સાથે જહેમત ઉઠાવીને આગ ઉપર કાબુ મેળવવા મદદરૂપ બન્યાં.! આગને કાબુમાં લેવા અંગેની કામગીરીમાં કાલાવડ યુનિટના હોમગાર્ડઝ સભ્યો આઈ.પી.જાડેજા, આર.કે.ગધેથરીયા, જી.આર.ગોસાઈ, જે.પી.પુભડિયા, ડી.એસ.બોસમિયા, જી.પી.બોસમિયા, એફ.એમ.ભટી, જે.ડી.ટકારીયા, એસ.એમ.દાણીધારીયા વગેરે આ કામગીરીમાં ફાયર વિભાગના કર્મચારીઓ સાથે મદદ માં જોડાયા હતા અને આગ પર કાબુ મેળવેલ હતો.!*

જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાએ તમામ હોમગાર્ડઝને સતર્ક રહી ફરજ બજાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.!


