MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA ટંકારાના મેઘપર ઝાલા ગામે થયેલ ચકચારી ડબલ મર્ડર ગુનાના બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા 

 

TANKARA ટંકારાના મેઘપર ઝાલા ગામે થયેલ ચકચારી ડબલ મર્ડર ગુનાના બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારના મેઘપર ઝાલા ગામે જમીન માપણી અને શેઢાના વિવાદમાં કાકા-ભત્રીજાની છરીના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો હતો. આ મામલે ફરિયાદી દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાની ફરિયાદના આધારે ટંકારા પોલીસ સ્ટેશનમાં BNS કલમ ૧૦૩(૧), ૩(૫) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જીતેન્દ્રસિંહ દિલુભા ઝાલા તથા સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસ ટીમો દ્વારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદારો) ના સચોટ ઉપયોગથી, ઘટના બાદ મોટરસાઇકલ પર ફરાર થઈ ગયેલા બંને સગા ભાઈઓ મુખ્ય આરોપીઓને ગણતરીના કલાકોમાં રાઉન્ડ-અપ કરી કાયદાના સિકંજામાં લઈ લેવામાં આવ્યા છે. પકડાયેલ આરોપીઓના નામ:૧. મહાવિરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (રહે. મેઘપર ઝાલા, તા. ટંકારા, જી. મોરબી) ૨. તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (રહે. મેઘપર ઝાલા, તા. ટંકારા, જી. મોરબી)  ધરપકડ કરાયેલા બંને આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ અને તીક્ષ્ણ હથિયાર કબજે કરવાની તેમજ નામદાર કોર્ટ રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે. આ લોહિયાળ ઘટના પાછળ અન્ય કોઈની સંડોવણી કે મદદગારી છે કે કેમ, તે દિશામાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે. ડી. ઝાલા દ્વારા આગળની સઘન તપાસ ચલાવવામાં આવી રહીછે.

Back to top button
error: Content is protected !!