Rajkot: ૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના રાજકોટ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન વેગવંતુ જળાશયો અને નાળાઓની સફાઈ હાથ ધરાઈ

તા.૧૧/૬/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજકોટ જિલ્લામાં તા. ૦૮ થી ૧૪ જૂન દરમિયાન ‘સ્વચ્છતા અભિયાન સપ્તાહ’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં જળાશયો અને નદી-નાળાઓની સફાઈ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.


રાજકોટ તાલુકાના કસ્તુરબાધામ (ત્રંબા) ગામે જળાશયો અને તળાવોની સફાઈ કરવામાં આવી હતી, જ્યારે પડધરી તાલુકાના સરપદડ અને તરઘડી ગામો તેમજ જેતપુર તાલુકાના રબારીકા ગામે નદી અને નાળાઓની સફાઈની સઘન કામગીરી લોકભાગીદારીથી પૂર્ણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, રાજકોટ તાલુકાના બેડી ગામે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યોની ઉપસ્થિતિમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મહાનુભાવો દ્વારા ગ્રામજનોની સુખાકારી અને આરોગ્યને ધ્યાનમાં રાખીને વરસાદી પાણીના નિકાલની જગ્યાઓ તથા ગટરોની સાફ-સફાઈ કરાવવામાં આવી હતી. આમ, આ સ્વચ્છતા સપ્તાહ ‘સ્વચ્છ ભારત’ના સંકલ્પને સાર્થક કરવામાં સહાયરૂપ બની રહ્યું છે.



