MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીમાં લાતિ પ્લોટમાંથી વિદેશી દારૂના ચપલા સાથે એક ઝડપાયો: સપ્લાયર સહિત બે સામે ગુનો દાખલ

 

MORBI મોરબીમાં લાતિ પ્લોટમાંથી વિદેશી દારૂના ચપલા સાથે એક ઝડપાયો: સપ્લાયર સહિત બે સામે ગુનો દાખલ

મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસની ટીમે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન લાતિ પ્લોટ વિસ્તારમાંથી એક શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂનો મુદ્દામાલ જપ્ત કરી આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા અન્ય એક સપ્લાયર સહિત બે ઇસમો વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસની ટીમ રાત્રિ દરમિયાન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન મોરબીના લાતિ પ્લોટ શેરી નંબર-૧૨ ના ખુણે શંકાસ્પદ હલચલ જણાતા પોલીસે તપાસ કરી હતી. જ્યાં રહેતા તોફીકભાઈ ઉર્ફે ડોડવો દાઉદભાઈ ચાનિયા (ઉંમર વર્ષ ૩૬) નામના શખ્સે પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી વિદેશી દારૂ છુપાવ્યો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે દરોડો પાડીને આરોપી તોફીક ઉર્ફે ડોડવા પાસેથી વેચાણ અર્થે રાખેલી વિદેશી દારૂની નાની બોટલો (ચપલા) નંગ-૧૮ કિંમત રૂપિયા ૧૮૦૦ નો મુદ્દામાલ મળી આવતા તેને સ્થળ પર જ ઝડપી લીધો હતો.

પોલીસે પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા ઈકબાલ જુસબભાઈ કટીયા નામના શખ્સે સપ્લાય કર્યો હતો. જેથી પોલીસે આ મામલે બંને ઇસમો વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી, ફરાર સપ્લાયર ઈકબાલને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!