
બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ મામલતદાર કલ્પેશ બી ગળિયા (GAS) ના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ ચેકિંગ કામગીરી દરમિયાન કેલ્વીકુવા રોડ પરથી બિનઅધિકૃત રીતે (રોયલ્ટી વગર તથા ઓવરલોડ) ખનીજનું પરિવહન કરતા એક ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન ટ્રક નં. GJ-16-AV-7256 માં નિયમોનો ભંગ કરી ખનીજનું પરિવહન કરવામાં આવતું હોવાનું જણાતા સંબંધિત વાહનને તાત્કાલિક સીઝ કરી ખનિજ કાયદા અને નિયમો મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં અંદાજે રૂપિયા ૫૦ લાખના મુદ્દામાલનો સમાવેશ થાય છે.
હાલમાં સીઝ કરાયેલ ટ્રકને મામલતદાર કચેરી, નેત્રંગ ખાતે નેત્રંગ પોલીસની કસ્ટડી હેઠળ સુરક્ષિત રાખવામાં આવ્યો છે.


