JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢના ભવનાથ ખાતે ‘વિકસિત ભારત ૨૦૪૭’ વિષય પર ભવ્ય ચિત્ર સ્પર્ધા યોજાઈ

યુવા કલાકારોને પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાયેલી સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાંથી ૨૦૦ જેટલા કલાકારોએ કલાના રંગો પૂર્યા

યુવા કલાકારોને પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાયેલી સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાંથી ૨૦૦ જેટલા કલાકારોએ કલાના રંગો પૂર્યા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
​જૂનાગઢ : ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના ભવ્ય સંકલ્પને સાકાર કરવા અને દેશના વિકાસમાં યુવાઓની ભાગીદારી વધારવાના ઉમદા હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્તરે જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ કડીના ભાગરૂપે, જૂનાગઢ જિલ્લાના યુવાનોમાં ચિત્રકલા પ્રત્યે રસ-રૂચિ કેળવાય અને તેઓને કલાના વિવિધ માધ્યમોની પ્રત્યક્ષ જાણકારી મળી રહે તે માટે એક ભવ્ય જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ભવનાથ સ્થિત મિનરાજ શૈક્ષણિક સંકુલ ખાતે આ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધા માટે યુવાનોને દેશની પ્રગતિ દર્શાવતા વિવિધ પ્રેરણાદાયી વિષયો આપવામાં આવ્યા હતા,
જેમાં ​‘‘વિકસિત ભારત ૨૦૪૭ – મારા સપનાઓનું ભારત’’
​‘‘ભારતના વિકાસની ૧૨ વર્ષની યાત્રા’’
​‘‘સ્વપ્નથી સમૃદ્ધિ સુધી’’
​‘‘ડિજિટલ ભારત – નવા યુગનું ભારત’’
​‘‘સ્વચ્છ અને હરિત ભારત’’
​‘‘આત્મનિર્ભર ભારત – સશક્ત ભારત’’
​આ અર્થસભર વિષયો પર સમગ્ર જૂનાગઢ જિલ્લામાંથી ૨૦૦ જેટલા ઉત્સાહી અને ઉભરતા કલાકારોએ ભાગ લીધો હતો. કલાકારોએ પોતાની આંતરિક સૂઝ, કલ્પનાશક્તિ અને આકર્ષક રંગોના માધ્યમથી કેનવાસ પર વિકસિત ભારતનું ભવિષ્ય કંડારીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.
​સ્પર્ધાના અંતે તમામ કલાકારોની કૃતિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર એક થી ત્રણ ક્રમના વિજેતા કલાકારોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી વિશેષ રૂપે બિરદાવવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!