JUNAGADHJUNAGADH RURAL

વંથલીના ઘંટીયા ગામે સફાઈ અભિયાનમાં ગ્રામજનો જોડાયાં

વંથલીના ઘંટીયા ગામે સફાઈ અભિયાનમાં ગ્રામજનો જોડાયાં

વાત્સલ્યમ્ સમાચાર

ભરત બોરીચા – જૂનાગઢ

જૂનાગઢ : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત સરકાર દ્વારા વિવિધ જનસેવાના કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત સ્વચ્છ ભારત મિશન- ગ્રામીણ હેઠળ સ્વચ્છતા સપ્તાહ અભિયાન પણ ચાલી રહ્યું છે. વંથલી તાલુકાના ઘંટીયા ગ્રામ પંચાયત ખાતે જાહેર રસ્તાઓ, સ્થળો વગેરેની સાફ-સફાઈ કરીને કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં સરપંચ, તલાટી કમ મંત્રી, ગામ આગેવાનો તેમજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણનો સ્ટાફ વગેરે જોડાયાં હતાં

.

Back to top button
error: Content is protected !!