HALOLPANCHMAHAL
હાલોલમાં મોહરમ પર્વને લઈ ટાઉન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૨.૬.૨૦૨૬
આગામી સમયમાં આવનાર મુસ્લિમો ના પવિત્ર તહેવાર મોહર્રમ પર્વની ઉજવણી હર્ષ ઉલ્લાસપૂર્વક હાલોલ નગરમાં કરવામાં આવનાર છે. તે અંતર્ગત આજે શુક્રવારે હાલોલ ટાઉન પોલીસ મથકે પીઆઈ એન.કે.દેસાઈની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે મોહર્રમ પર્વને લઈને તાજીયાનું જુલૂસ નીકળશે તે રૂટ વિષે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને હાલોલ નગરના વિસ્તારોમાં શાંતિ અને સલામતી સુરક્ષા જળવાઈ રહે અને આગામી મોહર્રમ પર્વનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને દરેક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું આ બેઠકમાં હાલોલ નગરના હિન્દુ તેમજ મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.






