RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જનકલ્યાણના” કસ્તુરબાધામ અને પડધરી તાલુકામાં પ્રગતિપથ કાર્યક્રમ યોજાયો

તા.૧૨/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

વિવિધ વિકાસ પ્રકલ્પોની મુલાકાત લેતા અગ્રણીઓ

Rajkot: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળના ૧૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે ‘૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જનકલ્યાણના’ સૂત્ર સાથે રાજકોટ જિલ્લામાં ‘પ્રગતિપથ યાત્રા’ ચાલી રહી છે. જેના ભાગરૂપે કસ્તુરબાધામ (ત્રંબા) અને પડધરી તાલુકામાં પ્રગતિપથ કાર્યક્રમ યોજાયો હતો.

‘પ્રગતિપથ યાત્રા’ના રૂટ નોડલ અધિકારી શ્રી અંકીતભાઈ પીનારાએ જણાવ્યું હતું કે, રાજકોટ તાલુકાના કસ્તુરબાધામ ખાતે સરપંચ અને સ્થાનિક આગેવાનોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને જરૂરી સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ અત્યાધુનિક આરોગ્ય કેન્દ્રમાં ૦૬ બેડ, જનરલ ઓ.પી.ડી., ફાર્મસી, લેબર રૂમ, લેબોરેટરી, મમતા ક્લિનિક સહિતની પાયાની સગવડો ઉપલબ્ધ છે, જેનો લાભ આસપાસના ગ્રામીણ વિસ્તારોના લોકોને ઘરઆંગણે મળી રહ્યો છે. આ તકે ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ ઉપરાંત, નોડલ અધિકારી શ્રી દિપ્તીબેન આદ્રોજાએ જણાવ્યું હતું કે, અગ્રણીઓએ પડધરી તાલુકાના બે પ્રકલ્પોની સમીક્ષા કરી હતી. જેમાં પડધરી જુથ સુધારણા યોજનાની શ્રી મેરામભાઈ મતિયા, શ્રી રમેશભાઈ સાવલિયા, શ્રી હિતેશભાઈ સાવલિયા અને શ્રી અનિલભાઈ વડોદરીયા સહિત સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્યોએ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. તેમજ આ યોજના થકી તાલુકાના ૪૫ ગામોને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી સુનિશ્ચિત કરવાની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમજ શ્રી તારાબેન ભંડેરી, શ્રી અજિતસિંહ ડોડીયા અને શ્રી અંજનાબેન નકુમ સહિતના તાલુકા પંચાયતના સદસ્યોએ નવનિર્મિત પડધરી તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લઈને જરૂરી સૂચનો આપ્યા હતાં.

Back to top button
error: Content is protected !!