WAKANER:વાંકાનેર પ્રોહિબિશન ગુનામાં બે વર્ષથી નાસ્તો ફરતો આરોપીને મોરબી એલસીબી ટીમે ઝડપી લીધો

WAKANER:વાંકાનેર પ્રોહિબિશન ગુનામાં બે વર્ષથી નાસ્તો ફરતો આરોપીને મોરબી એલસીબી ટીમે ઝડપી લીધો.
મોરબી, તા. 12 જૂન: મોરબી જિલ્લા પોલીસને પ્રોહિબિશન કાયદાના અમલીકરણમાં વધુ એક સફળતા મળી છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે પ્રોહિબિશનના ગુનાઓમાં છેલ્લા બે વર્ષથી ફરાર અને નાસતો ફરતો આરોપી મોરબી એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ટીમના હાથે ઝડપાઈ ગયો છે.પોલીસ અધિક્ષક મોરબીના માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબી ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુધામડા ગામ ખાતે દરોડો પાડી આરોપી હરેશભાઈ હેમલાભાઈ ખાચર કાઠી (ઉ.વ. 32)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024 દરમિયાન નોંધાયેલા બે અલગ-અલગ પ્રોહિબિશનના ગુનાઓમાં પોલીસને લાંબા સમયથી વોન્ટેડ હતો. આરોપી સતત પોતાનું ઠેકાણું બદલતો હોવાથી તેની ધરપકડ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. જોકે એલસીબી અને પેટ્રોલિંગ સ્ક્વોડની સંયુક્ત કામગીરીથી તેને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
ઝડપાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.આ કામગીરીમાં એલસીબી મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ, તેમજ પેટ્રોલિંગ સ્ક્વોડના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે મોરબી પોલીસની સતત અને સુનિયોજિત કામગીરી અસરકારક સાબિત થઈ રહી છે.


