
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે નેત્રંગ જિલ્લા પંચાયતના કાકડકુઇ પ્રાથમિક શાળા ખાતે ૧૩ જૂન ના રોજ સવારે ૧૧:૨૦ કલાકે દીપ પ્રાગટ્ય કરી આ ‘જનકલ્યાણ શિબિર’ની શરૂઆત કરવામાં આવી.
કાકડકુઇ પ્રાથમિક શાળા ખાતે આયોજિત જનકલ્યાણ શિબિરમાં મહાનુભાવોને હસ્તે વિવિધ કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિતોને વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રમુખ યોજનાઓની માહિતી મેળવવા તેમજ અરજી કરવા માટે અને અન્ય સરકારી સેવાઓ માટે વિભાગોના આધાર કાર્ડને લગતી સેવાઓ, વિવિધ દાખલાઓ કઢાવવાની સેવાઓના સ્ટોલ સહિતના વિવિધ સ્ટોલ પણ તૈયાર કરવામાં આવ્યાં હતાં.
આ તકે તાલુકા પંચાયત પ્રમુખ – ઉપપ્રમુખ, નેત્રંગ જિલ્લા પંચાયત સભ્ય, ઝઘડિયા પ્રાંત અધિકારી પંકજ વલવાઇ, નેત્રંગ મામલતદાર કલ્પેશ બી.ગળિયા (GAS), નેત્રંગ તાલુકા વિકાસ હરેશ પટેલ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, સરપંચો આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.




