ARAVALLIMALPURMODASA

માલપુરમાં 128 ડેસિબલના અવાજે ધમધમતા ડીજે સામે પોલીસની કાર્યવાહી, રૂ. 7.24 લાખનો મુદ્દામાલ જપ્ત – બે લોકો સામે નોંધાઈ ફરીયાદ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

માલપુરમાં 128 ડેસિબલના અવાજે ધમધમતા ડીજે સામે પોલીસની કાર્યવાહી, રૂ. 7.24 લાખનો મુદ્દામાલ જપ્ત – બે લોકો સામે નોંધાઈ ફરીયાદ

અરવલ્લી જિલ્લાના માલપુર ચાર રસ્તા વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટે ચાલી રહેલી વિશેષ ઝુંબેશ દરમિયાન માલપુર પોલીસે ઊંચા અવાજે ડીજે વગાડતા આઇસર ટેમ્પા સામે કાર્યવાહી કરી હતી. મેઘરજ રોડ પર જાહેર માર્ગ પર ડીજે સિસ્ટમના કારણે ટ્રાફિકને અવરોધ સર્જાતો હોવાની માહિતી મળતા પોલીસે વાહનને અટકાવી તપાસ હાથ ધરી હતી.પોલીસ દ્વારા આઇસર ટેમ્પાને માલપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી પંચોની હાજરીમાં તપાસ કરવામાં આવી હતી. ડિજિટલ સાઉન્ડ લેવલ મીટરથી અવાજનું માપન કરતાં એલસી પીક 128.0 ડેસિબલ નોંધાયું હતું, જ્યારે રહેણાક વિસ્તારમાં મંજૂર મર્યાદા 55 ડેસિબલ છે.તપાસ દરમિયાન આઇસર ટેમ્પાના ચાલક તરીકે અંબાવા ગામના કેવલકુમાર રાજુભાઈ પગી (ઉ.વ. 23) તથા ડીજે ઓપરેટર તરીકે જીગ્નેશભાઈ લાલાભાઈ પણચાની ઓળખ થઈ હતી. બંને પાસે ડીજે વગાડવા માટે જરૂરી પાસ-પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું.પોલીસે આઇસર ટેમ્પો, લાઉડ સ્પીકર સિસ્ટમ, પાવર જનરેટર, પાંચ પાવર એમ્પ્લિફાયર, મિક્સર મશીન અને ક્રોસ ઓવર મશીન સહિત કુલ રૂ. 7,24,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. માલપુર પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 126, 270, 292, 293 ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ-1986, નોઈઝ પોલ્યુશન રૂલ્સ-2000 અને જી.પી. એક્ટની કલમ 131 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!