ARAVALLIMODASA

અરવલ્લી : મોડાસા ડોક્ટર હાઉસ નજીક બાઈક હટાવવાનું કહેતા રિક્ષા ચાલક પર ટોળાનો લોહિયાળ હુમલો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા ડોક્ટર હાઉસ નજીક બાઈક હટાવવાનું કહેતા રિક્ષા ચાલક પર ટોળાનો લોહિયાળ હુમલો

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામાન્ય બની રહ્યા છે મોડાસા શહેરના આઈકોનિક બસ સ્ટેન્ડ પાછળ ડોક્ટર હાઉસ નજીક રિક્ષા ચાલકે રસ્તા પરથી બાઈક હટાવવાનું યુવકને કહેતા સમાન્ય ઝગડા પછી બાઈક ચાલક યુવકે ટોળા સાથે રિક્ષા ચાલક પર હુમલો કરી લોહી લુહાણ કરી નાખતા ભારે ચકચાર મચી હતી રિક્ષા ચાલકે દસથી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો સમગ્ર ઘટનાની જાણ મોડાસા ટાઉન પોલીસને થતા સ્થળ પર પહોંચી તપાસ હાથધરી હતી

 

મોડાસાના ડોક્ટર હાઉસ તરીકે જાણીતા વિસ્તારમાં રિક્ષા ચાલક રોશનકુમાર નટવરલાલ કંસારા વર્ધી લઈને પહોંચતા રસ્તામાં ઉભેલ બાઈકને સાઈડમાં કરવાનું બાઈક ચાલકને કહેતા બાઈક ચાલક યુવક ઉશ્કેરાઈ જઈ રિક્ષા ચાલકને બેફામ ગાળો બોલતા રિક્ષા ચાલકે લાફો ઝીંકી દીધો હતો જેની અદાવત રાખી રિક્ષા ચાલક બીજો ફેરો મારવા ડોક્ટર હાઉસ નજીક પહોંચતા જેની અદાવત રાખી બાઈક ચાલક તેના દસથી વધુ સાગરીતો સાથે મળી રિક્ષા ચાલકને આંતરી મુક્કા અને લાતો મારી લોહી લુહાણ કરી દેતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા રિક્ષા ચાલક પર હુમલો કરી બાઈક ચાલક તેના સાગરીતો સાથે ફરાર થઈ ગયો હતો રિક્ષા ચાલક પર લોહિયાળ હુમલાના પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ઉભો થયો હતો હુમલાની જાણ પોલીસને થતા સ્થળ પર પહોંચી રિક્ષા ચાલકની પૂછપરછ કરી સારવાર અર્થે ખસેડી પ્રાથમિક તપાસ હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી

Back to top button
error: Content is protected !!