
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
*મોડાસા ની શ્રી સી જી બુટાલા સર્વોદય સ્કૂલના ત્રણ ખેલાડીઓ એ મેળવી DLSS (જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ ની સિદ્ધિ*

અરવલ્લી જિલ્લાના મોડાસા ની સીજી બુટાલા સર્વોદય હાઈસ્કૂલ ના ત્રણ ખેલાડીઓએ હેન્ડબોલ રમત પી ટી ખેલાડી તરીકે ગૌરવની ક્ષણ સર્જી છે સર્વોદય હાઈસ્કૂલમાં ધોરણ 8 પાસ કરી ધોરણ 9 માં સંજના સંજયકુમાર નામની વિદ્યાર્થીની એ Dlss પ્રવેશ પ્રક્રિયા માં સફળતા મેળવી ગાંધીનગરની જે એમ ચૌધરી કન્યાશાળા માં પ્રવેશ મેળવ્યો છે
જયારે ધરમવીર ચૌહાણે ધોરણ 8 માં તેમજ પ્રશાંત મલાતે ધોરણ 9 માં પીએમ જી ઠાકર આદર્શ હાઈસ્કૂલ, કડી માં Dlss પ્રવેશ પ્રક્રિયા માં સફળતા મેળવી પ્રવેશ મેળવ્યો હતો આ સફળતા પાછળ કોચ ડૉ. અમિતકુમાર ઉપાધ્યાય નું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે, તેમના સતત માર્ગદર્શન, કઠોર તાલીમ અને ખેલાડીઓમાં આત્મવિશ્વાસ વિકસાવવા ના પ્રયાસો ના કારણે ઉપરોક્ત વિદ્યાર્થીઓએ નવી ઊંચાઈ હાન્સલ પ્રાપ્ત કરી છેઆ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની એ સર્વોદય હાઈસ્કૂલ માં અભ્યાસ કરતી વખતે ઊંચી ઉડાન પ્રાપ્ત કરી શાળાનું પણ ગૌરવ વધાર્યું છે, આ તમામ ખેલાડીઓ ભવિષ્ય માં, જિલ્લા,રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પણ ઊંચાઇ પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ સર્વોદય હાઈસ્કૂલ ના આચાર્ય મયંકભાઈ ભટ્ટ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે





