MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જાહેરનામાનો ભંગ કરનાર સ્પા સંચાલક સામે પોલીસની લાલ આંખ, ગુનો દાખલ

 

MORBI:મોરબી જાહેરનામાનો ભંગ કરનાર સ્પા સંચાલક સામે પોલીસની લાલ આંખ, ગુનો દાખલ

 

મોરબીમાં સ્પા પાર્લરો માટે જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના કડક અમલીકરણના ભાગરૂપે એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. શહેરના શનાળા રોડ પર આવેલા એક સ્પામાં વર્કરોની પોલીસ નોંધણી ન કરાવવા તેમજ સીસીટીવી રેકોર્ડિંગ ન જાળવવા બદલ સંચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમ જ્યારે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે શનાળા રોડ પર મહેશ હોટલ પાસે આવેલા ધર્મેન્દ્ર પ્લાઝાના બીજા માળે કાર્યરત ડાઉન ટાઉન સ્પા માં ઓચિંતી તપાસ હાથ ધરી હતી.

આ તપાસ દરમિયાન પોલીસને નીચે મુજબની ગંભીર બેદરકારીઓ જોવા મળી હતી:વર્કરોની નોંધણીનો અભાવ: સ્પામાં કામ કરતી બે મહિલા વર્કરોના બાયોડેટા ફોર્મ ભરીને પોલીસ સ્ટેશનમાં નિયમ મુજબની કોઈ નોંધણી કરાવવામાં આવી ન હતી.સીસીટીવી રેકોર્ડિંગ ગાયબ: જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા અનુસાર સીસીટીવી કેમેરાનું જરૂરી રેકોર્ડિંગ જાળવવું ફરજિયાત છે, જે આ સ્પામાં ઉપલબ્ધ ન હતું.

સરકારી જાહેરનામાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાનું સામે આવતા એસઓજી પોલીસે સ્પાના સંચાલક આરિફભાઈ ગુલામભાઈ બેલીમ (રહે. ઓમકાર રેસિડન્સી, લીલાપર રોડ, મોરબી) વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

પોલીસે આરોપી સંચાલકને નોટિસ ફટકારી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બીએનએસ (BNS) કલમ-૨૨૩ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!