BHUJGUJARATKUTCH

ભુજના હમીરસર તળાવ કાંઠે પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાએ ભારત ૩.૦ પરિવર્તન દાયકાની થીમ હેઠળ આયોજિત પ્રદર્શનીને ખુલ્લી મુકી.

યુવા અને સાંસ્કૃતિક વિભાગ આયોજિત આ પ્રદર્શનીને ભુજવાસીઓ ત્રણ દિવસ નિહાળી શકશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૧૪ જૂન : ‘૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના’ હેઠળ યોજાઈ રહેલા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ ભુજ ખાતે કચ્છના પ્રભારીમંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાની ઉપસ્થિતિમાં હમીરસર તળાવ કાંઠે “સમય થી સિદ્ધિ નૂતન ભારતની સફર – ભારત ૩.૦ પરિવર્તન દાયકા” ની થીમ હેઠળ આયોજિત પ્રદર્શનીને ખુલ્લી મુકવામાં આવી હતી. કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી તથા શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઇ પટેલે પ્રદર્શનને ખુલ્લુ મુકતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના – વિકસિત ભારત સંકલ્પ હેઠળ થયેલા વિવિધ વિકાસકામો અને યોજનાઓની માહિતી નિહાળી હતી. આ સાથે જ વડાપ્રધાન ના નેતૃત્વમાં ૧૨ વર્ષમાં થયેલા ભારત અને કચ્છના વિકાસની થીમ પર શાળા અને ફાઇન આર્ટસના યુવાઓ માટે યોજાયેલી ચિત્રસ્પર્ધાના ચિત્રોને પણ મહાનુભાવોશ્રીએ નિહાળી લાઇવ ચિત્ર કરતા કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. યુવા અને સાંસ્કૃતિક વિભાગ આયોજિત આ પ્રદર્શનીને ભુજવાસીઓ ત્રણ દિવસ નિહાળી શકશે. આ પ્રસંગે નગરપતિ શીતલભાઈ શાહ, આગેવાન ઓ દેવજીભાઈ વરચંદ, ફલજીભાઈ ચૌધરી, ધવલભાઇ આચાર્ય, ભીમજીભાઇ જોધાણી, હિતેશભાઈ ખંડોલ, મીત ઠક્કર,કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયા, ડીઆરડીએના ડાયરેક્ટર નિકુંજ પરીખ, પ્રાંત અધિકારી અનિલ જાદવ, ભુજ ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલ, સ્થાનિક કાઉન્સિલરો,વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારી ઓ, કર્મચારી ઓ, સ્થાનિક અગ્રણી ઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!